સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર ચારેક કી.મી. દૂર ગિરધરવાવ આવેલ છે. આ અતિ પ્રાચીન વાવ લગભગ ૨૫૦ વર્ષ જૂની હોવાનો અંદાજ છે અને ખૂબજ સુંદર બાંધણીથી બંધાયેલ છે. આ વાવ ગિરધરલાલ પારેખની સ્મૃતિમાં બાંધવામાં આવેલ. આ વાવ તરફ પુરાતત્વ વિભાગ જાણે ઓરમાયું વર્તન રાખતું હોય તેવું લાગે છે. એ તો ગિરધરવાવનાં કિસ્મત ખુલ્યા કે આ તમામ જગ્યા, શ્રી રામ વાત્સલ્ય ટ્રસ્ટને સોંપવામાં આવી ત્યારે તેમની નજર બુરાઈ ગયેલ વાવ તરફ ખેંચાણી અને તાબડતોબ વાવમાંથી માટી બહાર કાઢી તેને મૂળ સ્વરૂપમાં લાવવામાં આવી. ત્યાર બાદ આ સંદર્ભે ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ ગિરધરવાવ મુલાકાત લઈ, ગુજરાત સરકારમાં આ બાબતે રજૂઆત કરવાની ખાત્રી આપી છે. હજી આ વાવની કન્ડીશન સારી છે એટલે તેનાં પુનરુત્થાન માટે પુરાતત્વ વિભાગ જો જાગે અને આ પ્રાચીન વારસા પ્રત્યે ઓરમાન ભર્યું છોડે તો આ ઐતિહાસિક ધરોહર ફરીથી સજીવન થાય. પણ હજી સુધી પુરાતત્વ વિભાગે આંખ અને કાન બન્ને ખોલ્યા નથી એટલે તેને આ દેખાતું નથી, અને આ વિશે સંભળાતું નથી…!!
આશા રાખીએ કે, જેમ બને એમ જલ્દી આ ધરોહર પુરાતત્વ વિભાગ પોતાનાં કબજામાં લઈ તેની જાળવણી માટે રક્ષિત સ્મારક ઘોષિત કરવામાં આવે.
Recent Comments