રાષ્ટ્રીય

અતીકના દીકરા અસદના એન્કાઉંટર પર સામે આવી સીએમ યોગીની પ્રથમ પ્રતિક્રિયા

પ્રયાગરાજમાં માફિયા ડોન અને પૂર્વ સાંસદ અતીક અહમદનો દીકરો અસદ અહમદની ગુરુવારે યૂપી પોલીસની એસટીએફની સાથે થયેલા એન્કાઉંટરમાં મોત થઈ ગયું. ઝાંસીમાં થયેલા આ અથડામણમાં અસદની સાથે વધુ એક કુખ્યાત શૂટર ગુલામ પણ માર્યો ગયો. આ બંને ઉમેશા પાલ હત્યાકાંડમાં મુખ્ય આરોપી હતો અને ઘટના બાદ તે ફરાર હતો. આ બંને બદમાશોના મોત બાદ સીએમ યોગી આદિત્યનાથે કાનૂન વ્યવસ્થાને લઈને લખનઉમાં મોટી બેઠક કરી. યૂપી સીએમઓ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે, સીએમ યોગીએ યૂપી એસટીએફની સાથે ડીજીપી, સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર અને સમગ્ર ટીમના વખાણ કર્યા. મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદે અથડામણની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી. આ સમગ્ર મામલામાં સીએમ સામે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સીએમ યોગીએ ઉમેશ પાલ હત્યાકાંડ પર યૂપી વિધાનસભામાં નિવેદન આપતા કહ્યું હતું કે, આ માફીયાઓને મિટ્ટીમાં મિલા દેંગે. ત્યારે આ મામલાના મુખ્ય આરોપીના એન્કાઉંટર બાદ તેમનું નિવેદન ખૂબ જ ચર્ચામાં છે અને ભાજપના કેટલાય નેતાઓ તેનો ઉલ્લેખ કરી રહ્યા છે.

Related Posts