બોલિવૂડ

અથિયા અને રાહુલ પાસે મેરેજ કરવાનો સમય નથીઃ સુનિલ શેટ્ટી

ક્રિકેટર કે.એલ. રાહુલ અને સુનિલ શેટ્ટીની એક્ટર દીકરી અથિયા શેટ્ટી લાંબા સમયથી રિલેશનશિપમાં છે. અથિયા અને રાહુલે પોતાના રિલેશન ક્યારેય છુપાવ્યા નથી. બંનેના ફેમિલીએ પણ મેરેજ માટે લીલી ઝંડી આપી દીધી છે. તેના કારણે હવે તેમના મેરેજ ક્યારે થશે તે અંગે વારંવાર સવાલ થતા રહે છે. આ અંગે સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, તેમના મેરેજ નક્કી છે, પરંતુ હાલ નહીં થાય. રાહુલનું શીડ્યુલ ખૂબ બિઝી છે અને મેરેજ કરવાનો સમય મળી શકે તેમ નથી. અથિયા અને રાહુલના મેરેજ પ્લાન અંગે સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, અથિયા-રાહુલ નક્કી કરશે એટલે તરત તેમના મેરેજ થઈ જશે.

રાહુલનું શીડ્યુલ બિઝી છે. એશિયા કપ, વર્લ્ડ કપ, સાઉથ આફ્રિકા ટુર, ઓસ્ટ્રેલિયા ટુર છે. તેમને બ્રેક મળશે ત્યારે જ લગ્ન થશે. એક દિવસમાં તો મેરેજ થઈ ના શકે? કેલેન્ડર જાેઈએ તો ખબર પડશે કે શીડ્યુલમાં એક-બે દિવસનો ગેપ છે અને બે દિવસમાં તો લગ્ન થઈ ના શકે. સમય મળશે એટલે પ્લાનિંગ જરૂર થશે. ઉલ્લેખનીય છે કે, અથિયા અને રાહુલ પાછલા ત્રણ વર્ષથી ડેટિંગ કરે છે અને ત્રણ મહિનામાં મેરેજ કરે તેવી શક્યતા હતી. રિપોર્ટ્‌સ મુજબ મેરેજની તૈયારીઓ ચાલતી હતી. મુંબઈમાં રાહુલ અને અથિયાના પરિવારના સભ્યો મળ્યા હતા. જાે કે સુનિલ શેટ્ટીએ નજીકના સમયમાં બંનેના લગ્નની શક્યતાઓ ફગાવી દીધી છે.

Follow Me:

Related Posts