અદાણી કચ્છ કોપર પ્રોજેક્ટ માટે ૬ હજાર કરોડથી વધુની લોન લેશે
કચ્છ કોપરે પ્રથમ તબક્કા માટે ફાઇનાન્સિયલ ક્લોઝર મેળવી લીધું છે. પ્રથમ તબક્કામાં ૦.૫ એમટીપીએની ક્ષમતા સ્થાપવામાં આવનાર છે. ગુજરાતમાં મુંદ્રા ખાતે આ ગ્રીનફિલ્ડ રિફાઇનરી પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવશે. આ પ્રોજેક્ટ માટે ફાઇનાન્સ કરનારી બેન્કોમાં જીમ્ૈં ઉપરાંત બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, એક્ઝિમ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. રેગ્યુલેટરી ફાઇલિંગમાં અદાણીએ જણાવ્યું હતું કે બેન્કોના કોન્સોર્ટિયમે તેમના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે અને કેસીએલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે ૬,૦૭૧ કરોડના ઋણ માટે કરાર કરવામાં આવ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર વિનય પ્રકાશે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટે જરૂરી ટેકનોલોજીકલ જાેડાણ કરવામાં આવ્યું છે અને તેના બાંધકામની કામગીરી ચાલી રહી છે. પ્રોજેક્ટ કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળામાં શરૂ થવાની સંભાવના છે. પ્રકાશે જણાવ્યું હતું કે આ રિફાઇનરી વિશ્વની સૌથી મોટી કોપર રિફાઇનરીઓમાં એક હશે. તે અત્યાધુનિક ટેકનોલોજી અને ડિજિટાઇઝેશન સાથે બેન્ચમાર્ક ઇએસજી કામગીરી દર્શાવતી હશે. ફાઇનાન્સિયલ ક્લોઝર દ્વારા અદાણી જૂથ પ્રોજેક્ટની કામગીરી વધુ વેગવંતી બનાવી શકશે. તે જરૂરી સંસાધનો મેળવી શકશે અને નિયત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂરો કરી શકશે. કચ્છ કોપર અદાણીના પોર્ટફોલિયોમાં મટીરિયલ્સ, મેટલ્સ અને માઇનિંગ વર્ટિકલનો હિસ્સો હશે. જીમ્ૈં કેપિટલ માર્કેટ્સ તેમા નાણાકીય સલાહકાર તરીકે કામ કરશે અને દેસાઈ એન્ડ દિવાનજી એડવોકેટ લીગલ કાઉન્સેલ હશે. સરાફ એન્ડ પાર્ટનર્સ કેસીએલની લો ઓફિસ માટે કાયદાકીય સલાહકાર હશે. કેસીએલ આ પ્રોજેક્ટ માટે યુએનના બધા ધારાધોરણોનું પાલન કરવા પ્રતિબદ્ધ છે. તેમા એફોર્ડેબલ અને ક્લીન એનર્જી માટે એસડીજી ૭, ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એસડીજી ૯ અને ક્લાઇમેટ એક્શન માટે એસડીજી ૧૩નો સમાવેસ થાય છે. કેસીએલ બેન્ચમાર્ક પ્રોડકશન અને ઉત્પાદન પ્રક્રિયા માટે મજબૂત ઇએસજી ફિલોસોફી ધરાવે છે. તેનો આધાર એઇએલનું વિસ્તૃત ઇએસજી માળખું છે.અદાણી એન્ટરપ્રાઇઝિસ સમર્થિત કચ્છ કોપરે રવિવારે વર્ષે એક એમટીપીએ (મિલિયન ટન પર એનમ)ની ક્ષમતા સાથે ગ્રીનફિલ્ડ રિફાઇનરી પ્રોજેક્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં સ્થાપવામાં આવશે. કંપની આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જીમ્ૈંની આગેવાની હેઠળની બેન્કોના કોન્સોર્ટિયમ માટે ૬,૦૭૧ કરોડ રૂપિયાનું ઋણ મેળવશે.
Recent Comments