અદાણી કમ્પની 1500 ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે, તેથી આ શેર રોકેટની જેમ ભાગી રહ્યો છે
હાલમાં અદાણી જૂથની કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) સમગ્ર દેશમાં 1,500 જેટલી ઈલેક્ટ્રિક વ્હીકલ માટે ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાનું છે. આમ કંપની પોતાની નેટવર્ક વધારવાની ઇચ્છા રાખે છે આથી એ બાબત જણાવી દઈએ કે કંપનીએ અમદાવાદમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ કર્યું છે. જેમાં આ ચાર્જિંગ સ્ટેશન અમદાવાદના મણિનગર ખાતે ATGLના CNG સ્ટેશન પર કાર્યરત કરવામાં આવ્યું છે. અદાણી એ ટોટલ ગેસ ગ્રુપ અને ફ્રેન્ચ એનર્જી કંપની ટોટલ એનર્જી SE વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ EV ચાર્જિંગ સ્ટેશન EV માલિકોને શ્રેષ્ઠ-ઇન-ક્લાસ ચાર્જિંગ સુવિધા અને સગવડતા સાથે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે. ATGL એ CNG અને પાઇપ્ડ LPG (PNG) ની દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની વિતરક કમ્પની છે. *શેરની કિંમતઃ* છેલ્લે ટ્રેડિંગમાં અદાણી ટોટલ ગેસ લિમિટેડના શેરની કિંમત 3.52 ટકા વધી હતી. અત્યારે અદાણી ટોટલના શેરની કિંમત 2053.65 રૂપિયા છે.
આમ આવનારા સમયમાં આ શેરની કિંમત આસમાને આંબી શકે છે . તે થી તાજજ્ઞોએ તેની ખરીદી ની સલાહ આપી છે .
Recent Comments