અદાણી ગ્રુપ ઈતિહાસનો સૌથી મોટો FPO લાવવાની તૈયારીમાં : યુએસ શોર્ટસેલરનો અહેવાલ
અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ ફરી એકવાર હિંડનબર્ગ રિસર્ચ સામે મોરચો ખોલતા કહ્યું કે યુએસ સ્થિત શોર્ટ સેલર કંપનીએ ખોટા અને ભ્રામક અહેવાલો દ્વારા કંપનીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. કંપનીના શેરને જાણી જાેઈને નીચે લાવવામાં આવ્યા હતા અને નફો મેળવ્યો હતો. શેરધારકોને પોતાના સંદેશમાં અદાણીએ જણાવ્યું હતું કે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ યુએસ સ્થિત શોર્ટસેલર દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ગ્રુપ ઈતિહાસનો સૌથી મોટો હ્ર્લઁં લાવવાની તૈયારી કરી રહ્યું છે. અદાણીએ કંપનીના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગના અહેવાલમાં ખોટી માહિતી છે અને જૂથને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અહેવાલનો મુખ્ય હેતુ જૂથની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને શેરના ભાવમાં જાણી જાેઈને ઘટાડો કરવાનો હતો.તેમણે કહ્યું કે એફપીઓ સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થયેલ હોવા છતાં, કંપનીએ રોકાણકારોના હિતોનું રક્ષણ કરતા નાણાં પરત કરવાનો ર્નિણય લીધો હતો. આ સિવાય ટૂંકા વેચાણના અહેવાલોને કારણે કંપનીને અનેક પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું. અદાણીએ જણાવ્યું હતું કે જૂથે તે સમયે ઇનકાર કર્યો હોવા છતાં, ઘણી જુદી જુદી સંસ્થાઓ અને વ્યક્તિઓએ શોર્ટ સેલર દ્વારા કરવામાં આવેલા દાવાઓનો તકવાદી રીતે લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સંગઠનોએ સમાચાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા નિવેદનો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતની સર્વોચ્ચ અદાલતે આ બાબતની તપાસ કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી, જેમાં જૂથ દ્વારા કોઈ નિયમનકારી નિષ્ફળતા મળી નથી. તેમણે કહ્યું કે, જાે કે સેબીએ હજુ આવનારા મહિનામાં તેનો રિપોર્ટ સબમિટ કરવાનો છે, અમને અમારા ગવર્નન્સ અને ડિસ્ક્લોઝર ધોરણો અંગે વિશ્વાસ છે. ૨૪મી જાન્યુઆરીએ હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રૂપના શેરના માર્કેટ કેપમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જેમાં ગ્રૂપ પર છેતરપિંડીના વ્યવહારો, એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ હતો.
Recent Comments