અદા શર્માએ વિદ્યુત જામવાલ સાથે કમાન્ડો ૪નું શૂટિંગ શરૂ કર્યું
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરાલા સ્ટોરીના કારણે અદા શર્મા દેશભરમાં જાણીતી બની છે. કેરાલા સ્ટોરી બનાવનારા પ્રોડ્યુસર વિપુલ શાહે કમાન્ડો ૪નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં વિદ્યુત જામવાલની સાથે લીડ રોલમાં અદા શર્મા છે. અદાએ જણાવ્યું હતું કે, વિપુલ શાહ અને વિદ્યુત જામવાલ સાથેની કમાન્ડો ૪માં તે ફરી વખત ભાવના રેડ્ડીના કેરેક્ટરમાં જાેવા મળશે. આ ફિલ્મમાં વધુ કોમેડી એ વધુ એક્શન જાેવા મળશે. અદા શર્માએ અગાઉ કમાન્ડોમાં ભાવના રેડ્ડીનો રોલ કર્યો છે. આ રોલમાં અદાએ ગુંડાઓની ધુલાઈ કરી હતી, જ્યારે કેરાલા સ્ટોરીમાં તે અત્યાચારનો ભોગ બની હતી. એક્શન સ્ટારમાંથી સીધા પીડિતાના રોલમાં થયેલું કાસ્ટિંગ અત્યંત વિરોધાભાસી છે. આવા અલગ-અલગ પ્રકારના રોલ કરવાથી બીબા ઢાળ છાપ ઊભી થતી નથી અને આવા વૈવિધ્યસભર રોલ આપવા માટે અદાએ વિપુલ શાહનો આભાર માન્યો હતો. અદાએ ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, હાલના તબક્કે ફિલ્મ વિષે વધુ વાત કરી શકાય તેમ નથી. ફિલ્મમાં રોમાંચક એક્શન સીક્વન્સ માટે જેકી ચાનના સ્ટન્ટ ડાયરેક્ટર એન્ડી લોન્ગની મદદ લેવામાં આવી છે. વળી, આ ફિલ્મમાં હથિયાર તરીકે સાવ અલગ સાધનોનો ઉપયોગ કરાયો છે. કમાન્ડો સીક્વલની પહેલી ફિલ્મ ૨૦૧૩ના વર્ષમાં રિલીઝ થઈ હતી. ૨૦૧૭માં કમાન્ડો ૨ અને ૨૦૧૯માં કમાન્ડો ૩ રિલીઝ થઈ હતી. આ ત્રણેય ફિલ્મમાં એક્શન સ્ટાર વિદ્યુતનો લીડ રોલ હતો. હવે વિદ્યુતની સાથે અદા પણ ચોથી ફિલ્મમાં રિપીટ થઈ રહી છે.
Recent Comments