આણંદ કલેક્ટરના અશ્લીલ વીડિયો મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સહિત અન્ય બે આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે. આરોપી અધિક કલેક્ટર કેતકી વ્યાસ ૨૨ ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર થયા છે. તેમજ જે.ડી. પટેલ અને હરીશ ચાવડાના પણ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓના ૨૨ ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કરાયા છે. ‘કટકી’ કરવા માટે કલેક્ટરને હનીટ્રેપમાં ફસાવાયા, અને કલેક્ટર ફસાઈ પણ ગયા. જાે કે, આખાયો ખેલ જે બહાર આવ્યો તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આણંદમાં કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરો લગાવનારા અધિકારીઓ અને તેના મળતિયા પોલીસના સકંજામાં આવ્યા છે. ગુજરાત છ્જી ફરિયાદી બન્યું અને સમગ્ર ઘટના મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. આણંદ ન્ઝ્રમ્ કચેરીમાં તેમની વધુ પૂછપરછ થઈ રહી છે. ત્રણેયએ કલેક્ટર ડી.એસ. ગઢવીને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. જમીનને લગતી ૪ ફાઇલ ક્લિયર કરાવવા માટે તમામે કારસો રચ્યો હતો. જેમના ૨૨ ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કેતકી વ્યાસ ૨૦૦૫થી મામલતદાર તરીકે કાર્યરત છે. જેને મહેમદાવાદ, બાવળામાં મામલતદાર તરીકે કામગીરી કરી છે. જ્યારે પ્રમોશન બાદ અમદાવાદમાં નાયબ કલેક્ટર તરીકે પણ રહી છે. તો કડીમાં પ્રાંત અધિકારી તરીકે પણ ફરજ બજાવી છે. ૨૦૧૦માં મહેમદવાદમાં ૧૧ લોકોને ખેડૂત ન હોવા છતાં ખરાઈના દાખલા આપ્યા હતા. ૧૩ વર્ષ છતાં હજુ મહેસૂલ વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી. આણંદમાં અધિક કલેક્ટર તરીકે ૨૦૨૧માં હાજર થયા છે.
આણંદના સર્કિટ હાઉસમાં ફફૈંઁ સ્યૂટમાં ૮ મહિના કબજાે જમાવી રાખ્યો છે. કેતકીના માનસિક ત્રાસને લઈને ૨૦૨૨માં મહેસુલી કર્મચારીએ આવેદન આપ્યું હતું. ઝ્રસ્ર્ંથી લઈ ઁસ્ર્ં સુધી અસંખ્ય ફરિયાદો કેતકી વિરુદ્ધ થયેલી છે. દર મહિને ગાંધીનગરમાં થતી બેઠકોમાં ગેરહાજર રહેતા ઠપકો પણ મળ્યો હતો. કેતકીને ૧૦ મહિનાની ફરજ દરમિયાન સુપર કલેક્ટર બનવું હતું. ડી.એસ. ગઢવી ૨૦૨૨માં હાજર થયાં ત્યારથી જ મતભેદ થયા હતા. કલેક્ટરનો વ્યક્તિગત સ્વભાવ ઓળખી જતાં કેતકીએ ફસાવવું શરૂ કર્યું હતુ.
Recent Comments