ભાવનગર

અધેવાડા સીતારામ બાપુના આશ્રમ ખાતે 108 ભાગવત કથા પારાયણ નો લાભ લેતાં ભાવિકો

શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે ચાલી રહેલ ૧૦૮ શ્રીમદ ભાગવત કથામાં પૂજ્ય સીતારામ બાપુ એ આજે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાજનોને વામન પ્રાગટ્યથી શરૂ કરીને કથા ને કૃષ્ણ જન્મોત્સવ સુધીની કથા કરી હતી. જેમાં દિવ્ય એવા રામ જન્મ અને કૃષ્ણ જન્મની કથાથી મંડપમાં વાતાવરણ “નંદ ઘેર આનંદ ભયો” થી ગોકુળિયું બની ગયું હતું.

ભગવાન રામ પણ માનવ જન્મમાં સવારે ઉઠી માતા-પિતા અને ગુરુને વંદન કરતા હતા. તે સંસ્કારો જે આજે બાળકોને બાળપણથી જ આપીએ તો સંસારમાંથી નિરાશા અને દુઃખના વાદળો કાયમ માટે દૂર થઈ જાય સારા સંસ્કારોથી વિદ્યામાં નીપુણતા અને જીવનમાં આદરભાવ વધશે રામ જન્મથી આપણને અનુસરણ કરવાનું છે કૃષ્ણ જન્મથી આજ્ઞાને લાયક બનવાનું છે આવા સદ ગ્રંથોના પારાયણથી સનાતન ધર્મ પ્રત્યેનો આદરભાવ વધે અને વિશ્વ શાંતિ થાય છે

આજની કથામાં દ્વારકા જગન્નાથ મંદિર ખારા હનુમાનજીના મહંત પૂ. સંત વિજયદાસ બાપુ, ગણેશ આશ્રમ અગીયાળીથી પૂ. હંસાબહેન તેમજ શંકર સુવન હનુમાનજી મંદિરના પૂ. કરુણાશંકરદાદા તેમજ સામાજિક – રાજકીય આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

જ્યારે આજની કથામાં સથરા, પીપરલા, વેળાવદર, રોયલ અને માખણીયા ગામના સ્વયંસેવકોએ સેવા આપી હતી જ્યારે બંને જન્મોત્સવમાં ઋષિરાજ જે પંડ્યા અને તળાજાના મોહનભાઈ પરમાનંદભાઈ ધાંધલીયા પરિવાર તથા ખરકડી વાળા દેવજીભાઈ કલ્યાણભાઈ પરિવાર લાભ લીધો હતો. 

આવતીકાલે કથાના છઠ્ઠા દિવસે રુક્ષ્મણી વિવાહ ઉજવાશે અને રાત્રિના રાત્રિના ૮: ૩૦ કલાકે જાણીતા સાહિત્યકાર રમણીકભાઈ ધાંધલીયા તથા નાજાભાઇ આહીરનો સંતવાણી કાર્યક્રમ કથા સ્થળે રાખવામાં આવેલ છે.

Related Posts