શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે ચાલી રહેલી ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રીકૃષ્ણ લીલાનું વર્ણન કરતા પૂ. સીતારામ બાપુએ જણાવેલ કે ભૂખ લાગે એ પ્રકૃતિ, એકલા ખાવું એ વિકૃતિ પણ વહેંચીને ખાવું એ સંસ્કૃતિ છે. સનાતન ધર્માવલંબી હંમેશા માટે સર્વત્ર સુખીન: સંતુના વેદ મંત્રને અનુસરે છે.
કથામાં પધારીને આશીર્વાદ પાઠવતા પૂ. મોરારીબાપુ એ જણાવેલ કે ઈસુના નવા વર્ષમાં મારી પ્રથમ કથા પહેલા ભાગવત સાંભળવાનું મારું વ્રત છે. આજ હું સદભાગી છું કે આવા વંદનીય સંતના મુખે ભાગવત સાંભળી મારુ વ્રત પૂર્ણ કર્યું છે.
કથા દરમિયાન ગોપનાથ મહાદેવના મહંત જગ્યાના પૂ. આત્માનંદજી, ખારીગામથી પૂ.સીતારામ માતાજી, પૂ.ભગવતીમાં, પૂ.કનકેશ્વરી દેવી, ગોપાલ આશ્રમ દેવગણાના મહંત પૂ. કૃષ્ણદાસજી બાપુ નારી ગામથી પૂ.માધવદાસ બાપુ વિગેરે સંતો અને પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ સાહેબ ઉપરાંત વિવિધ ક્ષેત્રના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ અને કથામાં ગોવર્ધન પૂજા અને રૂક્ષ્મણી વિવાહની ઉજવણી કરવામાં આવેલ.
રાત્રિના રમણીકભાઈ ધાંધલા, મેરાણભાઇ ગઢવી અને નાજાભાઇ આહીર નો સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે આજની કથાના ગોવર્ધનજીની તથા રૂક્ષ્મણી વિવાહની આરતીનો મનોરથ લાભશંકર દેવજીભાઈ લાધવા (મુખી) તથા ડોક્ટર ગોવિંદભાઈ નાગજીભાઈ બારૈયા એ લીધો હતો જ્યારે સેવામાં દિહોર, ભાખલ, નેસવડ, ચુડી, સમઢીયાળા અને બેલા ગામના યુવાનોએ જોડાઈને ભક્તિ અર્પણ કરી હતી.
Recent Comments