ભાવનગર

અધેવાડા સીતારામ બાપુ આશ્રમ ખાતે ભાગવત કથા ની પૂર્ણાહુતિ થઈ

શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે યોજાયેલી 108 પોથી શ્રીમદ ભાગવત કથા ભવ્ય શોભાયાત્રા સાથે ઝાંઝરીયા હનુમાન પોથીયાત્રા થી વિરામ પામી હતી. આ કથામાં વ્યાસપીઠેથી સૌ શ્રોતાઓ અને પોથી યજમાનોને આશીર્વાદ આપતા સીતારામ બાપુએ જણાવેલ કે પ્રેમ અને ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે તેમજ ભગવાનની લીલાઓ માનવ જીવનમાં પ્રેરણા મેળવવા માટે છે.આઆ કથામાં મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહે તેમ જ નગરજનોએ વિશાળ સંખ્યામાં કથા શ્રવણ કરી હનુમાનજી હનુમાનજી ના આદર વંદન સાથે મંદિર પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી.આ કથામાં પાલીવાલ બ્રહ્મ સમાજના અનેક ગામના મંડળોએ સેવા આપી હતી જ્યારે શિવકુંજ માનસ પરિવાર સુરત તેમજ મુંબઈ અમદાવાદના સેવકોએ પણ સેવા કરેલ. સમગ્ર કથાનું સુપેરે સંચાલન એડવોકેટ નોટરી શરદ ભટ્ટે સંભાળે.

Related Posts