અધ્યક્ષ પંકજ ભટ્ટની ઉપસ્થિતિમાં યોજાનારો જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષશ્રી પંકજ ભટ્ટની ઉપસ્થિતિમાં શ્રીમતિ શાંતાબેન ગજેરા શૈક્ષણિક સંકુલ, અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાશે. સવારે ૧૦.૦૦ વાગ્યે યોજાનાર આ સમારંભનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંયુકત રીતે કરવામાં આવ્યું છે. ‘‘રાષ્ટ્રીય શિક્ષક દિન’’ નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમમાં કુલ ૧૭ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના પારિતોષિકોનું વિતરણ કરવામાં આવશે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અમરેલીની યાદીમાં જણાવાયું છે
Recent Comments