અધ્યાપક સહાયક યોજના હેઠળ જોડાયેલા અધ્યાપકોના વર્ષોથી પડતર પ્રશ્નોનો લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ ને રજુઆત કરાઈ

અધ્યાપક સહાયક યોજના હેઠળ જોડાયેલા અધ્યાપકોના વર્ષોથી પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ આવતો ના હોવાથી એ અંગે ગુજરાત રાજ્ય અધ્યાપક સહાયક મંડળ દ્વારા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલજી* ને રજુઆત કરવામાં આવી હતી. એ રજુઆત ના સંદર્ભમાં સી. આર. પાટીલજી એ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાચમાને પત્ર પાઠવી અધ્યાપક સહાયકોના પડતર પ્રશ્નો ઉકલેવા અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.
વિવિધ કેડર માં ફિક્સ પગારની નીતિ હેઠળ જોડાયેલા કર્મચારીઓની પાંચ પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાવા અંગે સરકાર દ્વારા 2017 અને 2019 એમ બે વાર ઠરાવો થયા છે પરંતુ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોના અધ્યાપક સહાયકોને આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ફિક્સ પગારમાં સેવા આપતા વિદ્યા સહાયકો અને શિક્ષક સહાયકોને ફાજલનું રક્ષણ આપવા અંગે ના બે-બે ઠરાવો થયાં છે જેમાંથી પણ અધ્યાપક સહાયકોની બાદબાકી કરવામાં આવી છે. આમ સરકાર દ્વારા ફિકસ પગારના કર્મચારીઓને લાભ આપવાની બાબતમાં વહાલા-દવલાની નીતિ રખાતી હોય અને અધ્યાપક સહાયકો સાથે ભેદભાવ રખાતો હોય એવી લાગણી અધ્યાપક આલમમાં પ્રસરી રહી છે.
Recent Comments