અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ નો ભવ્ય લગ્ન સમારોહ આ વર્ષે જુલાઈમાં લંડનમાં સ્ટોક પાર્ક એસ્ટેટ માં તૈયારીઓ શરૂ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ વર્ષે જુલાઈમાં દેશના જાણીતા બિઝનેસમેન ની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. હવે એવું કહેવાય છે કે યુકેમાં અનંત અને રાધિકાના લગ્નની ઉજવણી જુલાઈમાં લંડનમાં સૌથી જૂની કન્ટ્રી કલબ સ્ટોક પાર્ક હાઉસમાં યોજાઈ શકે છે. નીતા અંબાણી પોતે લગ્નની તૈયારીઓ જોઈ રહી છે. કહેવાય છે કે અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટના લગ્ન વધુ ભવ્ય હશે.
લગ્નનો એક કાર્યક્રમ લંડનમાં થવાની ધારણા છે. બોલિવૂડ સેલિબ્રિટીઓને પહેલાથી જ ડેટ રિઝર્વ કરવા અને યોગ્ય વ્યવસ્થા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વર્ષોથી, બ્રિટનમાં સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબ ઘણા જાણીતા પ્રવાસીઓ અને મહેમાનો માટેનું ઘર છે. રાજવી પરિવારના મહેમાનો પોતે તેમની મહત્વપૂર્ણ ઘટનાઓ અને તહેવારો દરમિયાન અહીં રોકાતા હતા. સ્ટોકપાર્ક બ્રિટનની રાણી એલિઝાબેથનું ઘર હતું. અને વર્ષ ૧૯૦૮ પછી તેને કન્ટ્રી કલબમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. સ્ટોક પાર્કમાં યોજાનારી ઇવેન્ટમાં કોકટેલ અથવા સંગીત નાઇટ થીમ હોવાની અપેક્ષા છે. વર્ષ ૧૦૬૬માં બનાવવામાં આવેલ સ્ટોક પાર્ક ૩૦૦ એકરમાં ફેલાયેલ લકઝુરિયસ હોટેલ છે.
આ હોટલમાં ૪૯ લકઝરીયુસ રૂમો છે સાથે બગીચા, સ્મારક, સ્પા, કલબ હાઉસ, રેસ્ટોરન્ટ, જીમ, ફિટનેસ સેન્ટર, ટેનિસ કોર્ટ, ગોલ્ફ કોર્સ સહિતની તમામ સુવિધાઓ છે.એપ્રિલ મહિનાના આરંભમાં ચુસ્ત સુરક્ષા સાથે દુબઈના એક મોલમાં અનંત અને રાધિકા ખરીદી કરી રહ્યા હોવાનું જોવા મળતા તેમના લગ્નને લઈને ફરી ચર્ચામાં છે. જો કે જો કે, હજુ સુધી આ સમાચારોની પુષ્ટિ કરવામાં આવી નથી. જણાવી દઈએ કે જાન્યુઆરી ૨૦૨૩ માં પરંપરાગત સમારોહમાં અનંત અને રાધિકાની સગાઈની જાહેરાત કરી હતી. અંબાણીના મુંબઈના ઘર, એન્ટિલામાં નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં આ ખાનગી સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
Recent Comments