અનંત-રાધિકાના સંગીતમાં જસ્ટિન બીબરે 14 વર્ષ જૂનું સોંગ ગાતા જૂમી ઉઠ્યા મહેમાનો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરી રહ્યા છે અને તેમના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. 3જી જુલાઈના રોજ મામેરુ વિધિ બાદ 4થી જુલાઈના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, શુક્રવારે એટલે કે 5મી જુલાઈના રોજ રાધિકા-અનંતનો ભવ્ય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. મુંબઈના બીકેસીમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં અનંત-રાધિકાનો ભવ્ય સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં બી-ટાઉનના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. આ સંગીત સેરેમનીના વીડિયો એક પછી એક સામે આવી રહ્યા છે. પોપ સ્ટાર જસ્ટિન બીબર પણ અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે મુંબઈ પહોંચ્યો હતો અને હવે આ ઈવેન્ટના તેના વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. પોપ સ્ટાર જસ્ટિન બીબરે શુક્રવારે રાત્રે મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના વેડિંગ કોન્સર્ટમાં તેનું 14 વર્ષ જૂનું ગીત ‘બેબી’ ગાઈને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. જસ્ટિને અંબાણી ફેમિલી ફંક્શનમાં પોતાના પાવર-પેક્ડ પરફોર્મન્સથી બધાને ડાન્સ કરી દીધા હતા.
ઈવેન્ટ દરમિયાન જસ્ટીન બીબરે 14 વર્ષ જૂનું તેનો સૌથી પોપ્યુલર થયેલુ સોંગ બેબી ગાયું હતુ. આ સોંગ શરુ થતા જ અંબાણી પરિવારના મહેમાનો જુમી ઉઠ્યા હતા.આ સિવાય, જસ્ટિને પણ ‘નેવર લેટ યુ ગો’, ‘લવ યોરસેલ્ફ’, ‘પીચીસ’, ‘બોયફ્રેન્ડ’, ‘સોરી’ અને ‘વ્હેર આર યુ નાઉ’ જેવા લોકપ્રિય ગીતો ગાઈને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાની દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં, જસ્ટિન સંગીત સેરેમનીમાં વ્હેર આર યુ નાઉ ગાતો પણ જોવા મળ્યો હતો, જેમાં અંબાણી પરિવારના કાર્યક્રમમાં મહેમાનો પોતાને ડાન્સ કરવાથી રોકી શક્યા ન હતા. આ દરમિયાન જસ્ટિન સ્ટેજ પર એક છોકરીને ગળે લગાવે છે, જેના પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે, કેટલાક ખાનગી સમારંભો સિવાય, જસ્ટિને લગભગ એક વર્ષથી જાહેરમાં વધુ પ્રદર્શન કર્યું નથી. લગભગ એક વર્ષ પહેલા જસ્ટિનને ‘રેમસે હન્ટ સિન્ડ્રોમ’ નામની એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી અસર થઈ હતી, જેના કારણે તેના ચહેરા પર પણ અસર થઈ હતી. આ રોગથી પ્રભાવિત થયા પછી, તેણે પોતાનો વિશ્વ પ્રવાસ રદ કર્યો. આવી સ્થિતિમાં, બીબરના તે ચાહકો માટે આ એક મોટું આશ્ચર્ય છે, જેઓ લગભગ એક વર્ષથી સ્ટેજ પર તેના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
Recent Comments