fbpx
અમરેલી

અનાજ કોઈ ફેકટ્રીમાં બનતું નથી અને ખેડુત બનવુ સહેલુ નથી :જેનીબેન ઠુમ્‍મર

બગસરાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે  અમરેલી લોકસભાના કોંગ્રેસના મહિલા અને શિક્ષત ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મરે લોકોના આશિર્વાદ મેળવવા ગયા હતા.ત્‍યારે તેમણે  બગસરાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં કેન્‍દ્ર સરકારને પ્રશ્‍ન કર્યો કે ઉદ્યોગો માટે લાલજાજમ પાથરો છો ત્‍યારે મારે જણાવવુ છે. કે અનાજ બનાવી શકે તેવી કોઈ ફકટ્રી નથી અને ખેડૂત બનવુ સહેલુ પણ નથી ત્‍યારે છેલ્‍લા ૧૦ વર્ષમાં અસંખ્‍ય લોકો ખેતી છોડી રહૃાા છે. ખાતર,દવા,બિયારણ મોંઘા બન્‍યા છે. અને કુદરતી આફતો ના કારણે ખેડૂતો ખેતી થી વિમુખ થઈ રહૃાા છે. ત્‍યારે અનાજ વગર આપણે જીવશું કેમ આપે જીવવુ હોય તો માનવ અને જીવમાત્રનું જીવન ખેતી અને ખેડૂત સાથે જોડાયેલુ છે. ત્‍યારે ખેડૂતો કપાસ,મગફળી,તેલીબીયા,બાગાયતી પાકોમાં સારામાં સારા ભાવ મળે તેવી અમારી કેન્‍દ્ર સરકાર પાસે માંગણી છે.ખેડૂતોના પરિવાર દિવસ-રાત ખેતીમાં મહેનત કરે છે અને તેમની સાથે હજારો લોકોને કૃષિ આધારિત મજુરી મળે છે. ત્‍યારે ખેત મજુરો ને પુરતી સરક્ષા કવચ મળે અનેખેડૂતોને પોતાની ઉપજના યોગ્‍ય ભાવ મળે તે જરૂરી છે.


ખેડૂત પરિવારના દિકરા-દિકરીઓને સારૂ શિક્ષણ મળે અને તે આધુનિક ખેતી કરી શકે અને ભવિષ્‍યમાં સારા અધિકારી કે ઉચ્‍ચ અધિકારી બને તે માટે સરકો યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવી જોઈએ.આ ઉપરાંત બગસરાના ઈમીટેશન ઉદ્યોગની ભારત ભરમાં સારી છાપ અને ઈમીટેશન જવેલરી સારી માંગ છે. ત્‍યારે આ ઉદ્યોગને વિશ્‍વકક્ષાએ ઓળખ મળે તો અહીંયા બે-રોજગારીનો મોટો પ્રશ્‍ન છે. દુર થઈ શકે અને લોકોને સ્‍થાનિક પોતાના વતનમાંજ રોજગારી મળી શકે.
જિલ્‍લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ પ્રતાપ દુધાતે  બગસરાના ગ્રામ્‍ય વિતારમાં લોકોને સંબોધન કર્તા જણાવ્‍યુ હતુ કે આ વિસ્‍તારમાંખેડૂતો અને ખેતી પર નભતો વિસ્‍તાર છે. ત્‍યારે વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કર્તા જણાવ્‍યુ હતુ કે કોંગ્રેસના સમયમાં ૩૭૦ નો રાધણગેસનો બાટલો મળતો હતો તે ભાજપ સરકારે ૧૧૦૦ નો કર્યો,ખાતર-દવા-બિયારણ પણ મોંઘા કર્યા ખેડૂતોને પોતાની ઉપજ ના પુરતા ભાવ ભળતા નથી લોકો ખેતી છોડી રહ્યા છે.

ત્‍યારે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી ગેરંટીને પ્રતાપભાઈ દુધાતે વાચી સંભળાવ્‍યો હતો.  જેમાં યુવાનો માટે  કેન્‍દ્ર સરકાર ના સરકારી વિભાગોમાં ૩૦ લાખ નોકરીઓની જગ્‍યા ખાલી છે. તે સરકાર આવતા તુરંત ભરવામાં આવશે.રપ વર્ષ ઓછી ઉમરના યુવાનો ગ્રેન્‍જયુએટ અને ડીપ્‍લોમાં ડીગ્રી ધારકોને એપ્રેન્‍ટીશ એકટ મુજબ ૧ વર્ષ સુધી રૂા. ૧ લાખ આપવામાં અવશે, અને અગ્નિપથ યોજનામાં ૪ વર્ષની નોકરી આપવામાં આવે છે. તે પુનઃ જુની પઘ્‍ધતી મુજબ કરવમાં આવે છે.સરકારી નોકરીઓમાં પેપર લીક થાય તેની સામે સખત કાયદો, ખેડૂતો : ખેડૂતો માટે  જણસના ભાવની મીનીમમ ગેરંટી એટલે એમ.એસ.પી.ની કાનૂની ગેરંટી,ખેડૂતોનું દેવા માફી,ખેડૂતો નું બિયારણ,દવા અને ખેતીના સંસાધનોમાં જી.એસ.ટી.માંથી મુકિત, બહેનો માટે : ગરીબ પરિવારની મુખ્‍ય બહેનને વાર્ષિક રૂ.૧ લાખ,અને સરકારી નોકરીમાં પ૦% આરક્ષણ, મજુરો માટે :-મનરેગા અંતર્ગત થતા રાહત કામોમાં રૂા.૪૦૦ સુધી રોજી કરવામાં આવશે.,જોમેટો,સ્‍વીગી,કુરીયર જેવી કંપનીમાં કામ કરવા વાળા લોકોને સામાજિક સુરક્ષા આપવામાં આવશે. અને રૂા.રપ લાખ સુધી આરોગ્‍ય સેવાઓ અને દવા આપવામાં આવશે.ન્‍યાય :આર્થિક અને જાતીગત  જન સંખ્‍યા ગણના થશે.જલ-જંગલ-જમીનનો કાનૂની હક વન અધિકાર વાળા કાનુન ૧ વર્ષમાં ફેસલો,વન અધિકાર અધિનિયમ લાગુ કરવામાં આવશે.આદિવાસીત બહુમતિ વાળા વિસ્‍તારોમાં અધુસુચિત થાશે.


તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનિષભાઈ ભંડેરીએ જણાવ્‍યુ કે અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર બહેન છે. ત્‍યારે આપણી મા-બહેન અને દિકરીઓએ આપણી દિકરી ચૂંટણી લડવા આવી છે. તેમ માની અને મતદાન કરવાનું છે. અમરેલી જિલ્‍લાના પ્રશ્‍નો લોસભામાં સારી રીતે ઉઠાવી શકે તેવા શિક્ષત અને વિદેશમાં અભ્‍યાસ કરેલા જેનીબેન ઠુમ્‍મર ખેડૂતો,વેપારીઓ,યુવાનો,બહેનો અને આરોગ્‍ય અને શિક્ષણા પ્રશ્‍ન  દિલ્‍હીના દરબારમાં સારી રીતે સંસદભવન ગજવી શકે તેવા ઉમેદવાર છે. માટે તો એને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ છે.


આ પ્રવાસમાં જેનીબેન ઠુમ્‍મર સાથે જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ આમ આદમી પાર્ટીના કાંતિભાઈ સતાસિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષભાઈ ભંડેરી,પૂર્વ જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી,સુરેશભાઈ કોટડીયા,રવજીભાઈ પાનશુરીયા,સત્‍યમભાઈ મકાણી, બાબુભાઈ દુધાત જનકભાઈ પંડ્યા સુખાભાઈ વાળા બાબુભાઈ સતાસિયા માઇકલ ભાઈ હિતેશભાઈ સાંગાણી નિર્મળદાસ બાપુ સરપંચ પુનાભાઈ સુધીરભાઈ બોરડ બાલુભાઈ તલાવ્યા રમેશભાઈ વઘાસિયા મહેશભાઈ ગોધાણી રમેશભાઈ ધાડિયા બાબુભાઈ દુધાત,હિતેષભાઈ સાંગાણી,રતિભાઈ સાંગાણી,દુલાભાઈ સોજીત્રા,કાંતિ ભાઈ સરસીયા,કાળુભાઈ રફાળીયા,અરવિંદભાઈ દાફડા,મધુભાઈ કોટડીયા,ધીરૂભાઈ રાબડીયા,ધીરૂભાઈ સોજીત્રા,અશોકભાઈ ગોંડલીયા,પરશોતમભાઈ ગેવરીયા,હિરેનભાઈ મશરૂ,બાબુભાઈ હરખાણી,આમ આદમી પાર્ટીના આગેવાન રમેશભાઈ રાણપરીયા,દલસુખભાઈ ગોંડલીયા,નાગજીભાઈ કાપડીયા,મગનભાઈ વઘાસીયા,મનુભાઈ ગેવરીયા,ઓઘડપરી ગૌસ્‍વામી, સહિત વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા

Follow Me:

Related Posts