fbpx
બોલિવૂડ

અનિલ કપૂરે જર્મનીમાં અકિલિસ ટેન્ડનની ટ્રીટમેન્ટ કરાવી

અનિલ કપૂર બોલિવૂડનો એક એવો સ્ટાર છે જે પોતાની ફિટનેસ માટે જાણીતો છે. અનિલ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે પોતાની લેટેસ્ટ પોસ્ટ દ્વારા અવારનવાર પોતાના ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી લે છે. થોડા દિવસ પહેલા જ તેનો જીમ ફિટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. ત્યારે હવે તેને વિદેશથી એક વીડિયો શેર કર્યો છે.


ગયા વર્ષે અનિલ કપૂરે જણાવ્યું હતું કે તે ૧૦ વર્ષથી પગને લગતી અકિલિસ ટેન્ડનની સમસ્યાથી ઝઝૂમી રહ્યો હતો. હવે સર્જરી વગર જ તેણે આ સમસ્યાથી છૂટકારો મેળવ્યો છે. આ બીમારી વ્યક્તિના પગના નીચેના ભાગમાં નુકસાન પહોંચાડે છે. જેના કારણે ચાલવામાં તકલીફ થાય છે અને દુખાવો થાય છે. આ સમસ્યાના કારણે સર્જરીમાં પણ કરાવી પડે છે.


અકિલિસ ટેન્ડનાઇટિસ (છષ્ઠરૈઙ્મઙ્મીજ ંીહઙ્ઘૈહૈંૈજ) નામની આ ઇન્જરી પગની પિંડી અને પગના પંજાને જાેડતા સ્નાયુમાં થાય છે. આ ઇજા મોટે ભાગે દોડવીરોને થાય છે. વધુ પડતા દોડવા કે દોડવાની ઝડપ વધારી દેવાને કારણે પગની પિંડીમાં આવેલા અકિલિસ ટેન્ડન નામના સ્નાયુને ઇજા પહોંચે છે. મોટી ઉંમરે ટેનિસ-બાસ્કેટબોલ રમવાનું શરૂ કરતા ૫૦-૬૦ વર્ષના લોકોમાં પણ આ ઇન્જરીનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે આ સ્નાયુ ચિરાઈ જાય અને અસહ્ય દુખાવો થાય ત્યારે તેવા કિસ્સામાં સર્જરીની જરૂર પડે છે. અનિલ કપૂરના કિસ્સામાં આ જ થયું છે.


આ વીડિયોમાં અનિલ કપૂરે લખ્યું- સ્નો પર એક પરફેક્ટ વૉક, જર્મનીમાં લાસ્ટ ડે. તેને ખુલાસો કર્યો છે કે મારી છેલ્લી સારવાર માટે ડૉ. મુલરને મળવા જવું છે. તેને અને તેના મેજીકલ સ્પર્શ માટે આભારી છું. અનિલ કપૂરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. દુનિયાભરના ડૉક્ટરોએ તેને સર્જરી કરાવવાની સલાહ આપી હતી, પરંતુ ડૉ. મુલરે સર્જરી વગર જ તેને સાજાે કરી દીધો હતો.


એક્ટરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અનિલ કપૂર છેલ્લે અનુરાગ કશ્યપની થ્રિલર ફિલ્મ ‘એકે વર્સેસ એકે’માં જાેવા મળ્યો હતો. આ સિવાય તે ‘એનિમલ’ ‘જુગ જુગ જિયો’માં પણ જાેવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે નીતુ કપૂર જાેવા મળશે

Follow Me:

Related Posts