ટીવી સીરિયલ ‘અનુપમા’ માં દિવસેને દિવસે અનેક નવા ટિ્વસ્ટ આવે છે. ‘અનુપમા’ સીરિયલને મોટો વર્ગ પસંદ કરી રહ્યો છે. અનુપમા એક એવો ટીવી શો છે જે ખૂબ પોપ્યુલર થયો છે અને દર્શકોને પસંદ પડી રહ્યો છે. જાે કે હવે ‘અનુપમા’માં કોઇને કોઇ નવા ટિ્વસ્ટ આવતા હોવાથી ફેન્સ નારાજ થઇ ગયા છે. સીરિયલમાં રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના લીડ રોલમાં છે. પરંતુ સિરીયલના લેટેસ્ટ ટ્રેકને લઇને યુઝર હવે સોશિયલ મીડિયા પર મેકર્સની ઝાટકણી કાઢી રહ્યા છે. સીરિયલને ખરાબ રીતે લોકો ટ્રોલ કરી રહ્યા છે. અનુપમાના લેટેસ્ટ ટ્રેકની વાત કરવામાં આવે તો છોટી અનુને કારણે અનુજ અનુપમાને છોડી દે છે અને માયાની પાસે જાય છે. ત્યારે અનુપમાને કહે છે કે એની ખુશી છોટી અનુ અને માયાની સાથે મુંબઇમાં છે. આ સાંભળતાની સાથે અનુપમા તૂટી જાય છે. ત્યારબાદ એ નક્કી કરે છે કે હવે અનુજની રાહ નહીં જાેવે અને બધાને છોડીને આગળ વધી જશે. ત્યારબાદ એ ઘરમાં બધાને કહી દે છે હવે કોઇ પણ વ્યક્તિએ મારી સામે અનુજનો નામ લેશે નહીં અને એને ફોન પણ નહીં કરે. અનુપમાનું આ રૂપ જાેઇને વનરાજ, બરખા અને બા એમ બધા હેરાન થઇ જાય છે, પરંતુ સીરિયલનો આ ટ્રેક યુઝર્સને જરા પણ પસંદ પડ્યો નથી. યુઝર્સ અનુપમાને સેલ્ફિશ કહે છે. સીરિયલના ફેન્સનું કહેવુ છે કે મેકર્સે અનુજની ભૂમિકાને પ્રોપર ક્લોઝર આપવાની જરૂર છે. આટલું જ નહીં ફેન્સને સીરિયલ દ્રારા આપવામાં આવતા મેસેજથી પણ તકલીફ છે. એક યુઝર્સે સીરિયલના લેટેસ્ટ ટ્રેક પર રિએક્શન આપતા લખ્યુ છે કે..એકદમ બકવાસ. શું વિમેન એમ્પારમેન્ટ પતિથી અલગ થયા પછી આવે છે, જ્યારે બીજા યુઝર્સે તો લખ્યુ કે..આખરે તમે સમાજને શું મેસેજ આપવા ઇચ્છો છો. આ સાથે ત્રીજા યુઝર્સે લખ્યુ કે અનુજે તો અનુપમાને ક્યારે રોકી નથી. ઉલ્લેખનીય છે કે આ ટ્રેક જાેઇને ફેન્સ નારાજ થતા મેક્રસની ઝાટકણી કાઢી છે.
અનુપમાનો લેટેસ્ટ ટ્રેક જાેઇને ભડક્યા ફેન્સ, મેકર્સની ઝાટકણી કાઢતા એવું સંભળાવી દીધુ કે..

Recent Comments