અનુપમા સામે બદલો લેવાનો પારસ કલનાવત કોઈપણ મોકો છોડશે નહીં
અનુપમા ટીવી સીરિયલમાંથી બહાર થયા બાદ પારસ કલનાવત સતત ચર્ચામાં બનેલો છે. આ શો બાદ પારસે મેકર્સ અને અનુપમા બંનેની પોલ ખોલી છે. ત્યારબાદ પારસ જલદી રિયાલિટી શો ‘ઝલક દિખલાજા સીઝન ૧૦’માં જાેવા મળવાનો છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે તે રૂપાલી ગાંગુલી અને અનુપમા શોના મેકર્સની નીંદર ઉડાવી શકે છે. જાે આ વાત પર મહોર લાગી જાય તો અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી સામે બદલો લેવાનો પારસ કલનાવત કોઈપણ મોકો છોડશે નહીં. પારસ કલનાવતને સલમાન ખાને રિયાલિટી શો બિગ બોસ માટે અપ્રોચ કર્યો છે.
મેકર્સ ઈચ્છે છે કે પારસ આ શોની નવી સીઝનમાં જાેવા મળે. પરંતુ આ વિશે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ જાે પારસ બિગ બોસની સીઝનમાં ભાગ લે છે તો નક્કી છે તે રૂપાલી ગાંગુલી અને શોના મેકર્સ પર મોટા ખુલાસા કરી શકે છે. હકીકતમાં અનુપમાના મેકર્સે પારસ કલનાવતને શોમાંથી તત્કાલ બહાર કરી દીધો હતો. તેની પાછળનું કારણ ઝલક દિખલાજા ૧૦ સીઝન જાણ કર્યા વગર સાઇન કરવાની હતી.
પરંતુ શોમાંથી ગયા બાદ પારસ પણ ખુદને રોકી શક્યો નહીં અને મેકર્સથી લઈને ટીવી સીરિયલ્સના સ્ટાર્સની પોલ ખોલી દીધી. પારસ કલનાવત અને નિયા શર્મા ઝલક દિખલાજા સીઝન ૧૦માં કન્ટેસ્ટેન્ટ છે તે કન્ફર્મ છે. પરંતુ બંને સાથે એક જાેડી તરીકે ડાન્સ કરશે કે નહીં, તે તો સમય જણાવશે. હાલ નિયા અને પારસના ડેટિંગના સમાચાર સતત ચર્ચામાં બનેલા છે. ઝલક દિખલાજાની નવી સીઝન ૩ સપ્ટેમ્બરથી ઓનએર થઈ રહી છે.
Recent Comments