અમરેલી

અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૨૭મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યે બાબરા સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ભરતી મેળાનું આયોજન છે. વિવિધ નોકરીદતા દ્વારા ખાલી જગ્યાઓને અનુરુપ ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા સાથે ગ્રેજ્યુએટ/ માસ્ટર/ આઇ.ટી.આઇ/ ડિપ્લોમા/બેચલર ઓફ એન્જિનિયરીંગ શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકોએ ઉપસ્થિત રહેવું. રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરી પોર્ટલ જોબફેરના મેનુમાં ક્લીક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. ભરતીમેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધાણી કરાવવી ફરજિયાત છે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો (૦૨૭૯૨) ૨૨૩૩૯૪ dee-amr@gujarat.gov.in સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts