fbpx
અમરેલી

અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી અમરેલી જિલ્લા રોજગાર કચેરી ખાતેતા.૩૦ જાન્યુઆરીએ ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એઇમ લિમિટેડ ભાવનગર માટે બ્રાંચ મેનેજર, આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધો.૧૨ પાસ, ગ્રેજ્યુએશનની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે તા.૩૦ જાન્યુઆરી, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી, સી બ્લોક, પ્રથમ માળ,બહુમાળી ભવન, રાજમહેલ કંપાઉન્ડ, જિલ્લા આયોજન કચેરી સામે, અમરેલી પિન નંબર ૩૬૫૬૦૧ ખાતે ભરતી મેળો યોજાશે. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે.  વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, રાજમહેલ કમ્પાઉન્ડ, જિલ્લા સેવા સદન-૨, બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલો માળ, કલેકટર કચેરી સામેની બાજુ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧નો સંપર્ક કરવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts