અમરેલી

અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તા.૨૦ અને તા.૨૧ ફેબ્રુઆરીએ ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ શીતલ કુલ પ્રોડક્ટ્સ માટે ટેલિકોલર/એક્સપોર્ટ ઓફિસર, બ્રાન્ડિંગ મેનેજર, બેંક ઓફિસ વર્ક  જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ બી.કોમ, એમ.કોમની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની જરુરિયાત છે.  કોસમોસ ટેકનોકાસ્ટ પ્રા.લી. કોટડા સાંગાણી માટે ક્વોલિટી એન્જિનયર/ડીઝાઈન, એન્જિનિયર, ડ્રાફ્ટમેન, સેલ્સ એન્ડ સપોર્ટ એન્જિનિયરની જગ્યા માટે ૧૮થી ૩૫ની વય મર્યાદા ધરાવતા તેમજ ડી.એમ.ઈ, બી.ઈ. મિકેનિકલની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે  તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સી-બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન, રાજમહેલ કમ્પાઉન્ડ,  અમરેલી પિન ૩૬૫૬૦૧ ખાતે  ભરતીમેળો યોજાશે.  અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, રાજમહેલ કમ્પાઉન્ડ, જિલ્લા સેવા સદન-૨, બહુમાળી ભવન, સી-બ્લોક, પહેલો માળ, કલેકટર કચેરી સામેની બાજુ, રાજમહેલ કંપાઉન્ડ,  અમરેલી પિન નં.૩૬૫૬૦૧નો સંપર્ક કરવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts