fbpx
બોલિવૂડ

અનુરાગ કશ્યપની દીકરીએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઇ

ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે એના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે કરી લીધી છે. આલિયા કશ્યપ સોશિયલ મિડીયામાં ઘણી એક્ટિવ રહે છે. આલિયાની એની અપડેટ્‌સ ફેન્સની સાથે અવાર-નવાર સાથે શેર કરતી હોય છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો લુકને લઇને લાઇમલાઇટમાં રહેતી હોય છે. આલિયાની સગાઇની તસવીરોમાં હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. આલિયા અને શેન ગ્રેગોઇર લગભગ ૨ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ ખાસ દિવસે આલિયાએ વ્હાઇટ કલરનો આઉટફિટ પહેર્યો છે. મલ્ટી કલર ફ્લોરલ ડિઝાઇનના વ્હાઇટ સિલ્ક લહેંગામાં આલિયા બહુ મસ્ત લાગી રહી છે. મંગેતર શેન વ્હાઇટ શેરવાનીમાં જાેવા મળ્યો. બન્ને જણાં થોડા મહિના પહેલાં મુંબઇમાં શિફ્ટ થયા છે. હવે આલિયા અને શેને સગાઇ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર લગ્ન ખબર પણ સામે આવશે.

તમને જણાવી દઇએ કે આલિયા કશ્યપે ઘણાં સમયથી આ વાતની જાણ લોકોને કરી દીધી હતી. વેલેન્ટાઇન ડે પર આલિયા કશ્યપે લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડની સાથે ઘણી તસવીરો સાથે શેર કરી છે. પહેલી મુલાકાત વિશે આલિયા કશ્યપ ઘણી વાર પોતાની વાત રજૂ કરી ચુકી છે. પોતાના એક બ્લોગમાં આલિયા જણાવે છે કે આ દિવસોમાં હું સિંગલ હતી અને ડેટિંગ એપનો ઉપયોગ કરતી હતી. ત્યારે અમારા બન્નેની મુલાકાત થઇ, પરંતુ અમારી દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઇ ગઇ એ વિશે ખબર પડી નહીં. ત્યારપછી અમે બન્ને સાથે રહ્યા છે. સોશિયલ મિડીયામાં ઝડપથી વાયરલ થઇ રહેલી તસવીરોમાં આલિયાએ એના ઇન્સ્ટાગ્રામ દરમિયાન એના મંગેતર અને પિતાની સાથે એકથી એક મસ્ત પોઝ આપ્યા છે. આ ખાસ દિવસે અનુરાગ કશ્યપ પણ ડેંશિગ લાગી રહ્યા છે. બ્લેક સફારી સૂટમાં અનુરાગ હેન્ડસમ લાગે છે. આ ખાસ ફંક્શનમાં અનુરાગ કશ્પયની એક્સ વાઇસ કલ્કિ કોચલીન પણ શામેલ થઇ હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર ૨૦ મેના રોજ એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં આલિયા એના વિદેશી બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે બાલીમાં એન્ગેજમેન્ટ કરી હતી. આ સમયે એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરતી વખતે એના પાર્ટનર સાથે લિપલોક કરતી તસવીરો સોશિયલ મિડીયામાં શેયર કરી હતી. હવે આલિયાએ એના ફેમિલી અને ફ્રેન્ડ્‌સ સાથે શેન ગ્રેગોઇર સાથે સગાઇ કરી છે.

Follow Me:

Related Posts