fbpx
રાષ્ટ્રીય

અનુરાગ ઠાકુરે પાકને જવાબ, “ભારતને કોઈ નજરઅંદાજ ન કરી શકે, દરેક મોટી ટીમ રમશે વિશ્વકપ”

કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે ગુરૂવારે કહ્યું કે ગૃહ મંત્રાલય આગામી વર્ષે એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન યાત્રા પર ર્નિણય કરશે, પરંતુ મને લાગે છે કે ખેલાડીઓની સરહદ પાર જવાની સંભાવના ખુબ ઓછી છે. પરંતુ અનુરાગ ઠાકુર આશા કરી રહ્યાં છે કે પાકિસ્તાન ટીમ આગામી વર્ષે ૫૦ ઓવરના વિશ્વકપમાં ભાગ લેવા માટે ભારત આવશે. તેમણે કહ્યું કે અમે દરેક ટીમનું સ્વાગત કરીએ છીએ. હકીકતમાં આ મુદ્દો ત્યારે ઉઠ્‌યો જ્યારે બીસીસીઆઈના સર્કુલરમાં આ વાતનો ઉલ્લેખ હતો કે એશિયા કપ ૨૦૨૩ માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે, પરંતુ ટીમે સરકારની મંજૂરી લેવી પડશે. પરંતુ બીસીસીઆઈના સચિવ જય શાહ, જે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પણ છે, તેમણે મંગળવારે કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે નહીં. ટૂર્નામેન્ટ ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે.

તેવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પત્ર પણ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એસીસીએ આ મામલા પર જલદી બેઠક કરવી પડશે. આ સિવાય ભારતનો આ ર્નિણય આગામી વર્ષે ભારતમાં યોજાનારા વનડે વિશ્વકપમાં પાકિસ્તાન ટીમની ભાગીદારીને પ્રભાવિત કરી શકે છે. જય શાહના નિવેદન બાદ થયેલા વિવાદ પર ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારોના સવાલનો જવાબ આપતા કહ્યું, ‘વિશ્વકપ’ માટે ક્વોલીફાઈ કરનારી દરેક ટીમોને (ભારતની ધરતી પર ભાગ લેવા) આમંત્રિત કરવામાં આવે છે. ઘણીવાર પાકિસ્તાનની ટીમ ભારત આવી રમી ચુકી છે.

મને લાગે છે કે ભારત (અન્ય દ્વારા) હુકમ ચલાવવાની સ્થિતિમાં નથી અને કોઈ પાસે તે કરવાનું કારણ નથી. મને આશા છે કે બધા દેશ આવશે અને ટૂર્નામેન્ટ રમશે. તેમણે આગળ પાકિસ્તાનનો પ્રવાસ કરવાને લઈને કહ્યું- સંભાવનાઓ હંમેશા રહે છે. કોણે વિચાર્યું હતું કે કોવિડ આવશે. ગમે તે થઈ શકે છે. પરંતુ (ભારતીય ટીમની પાકિસ્તાન જવાની) સંભાવના વધુ નથી. આ એક ર્નિણય છે, જે ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવશે. કુલ મળીને ખેલાડીઓની સેફ્ટી અને સિક્યોરિટી મહત્વનો મુદ્દો છે. આ એક સુરક્ષા ચિંતા છે. સરકાર તેના પર ર્નિણય લેશે. સમય આવવા દો, તે સમયની સ્થિતિ પર ર્નિણય લેવાશે.

Follow Me:

Related Posts