અનુરાગ ઠાકુરે વિપક્ષની બેઠકને મહાઠગબંધન તરીકે ગણાવી
નસીરુદ્દીન શાહના વિવાદાસ્પદ નિવેદન પર કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જડબાતોડ જવાબ આપ્યો છે. અનુરાગે ટોણા મારતા કહ્યું છે કે, ભારતમાં અભિવ્યક્તિની આઝાદી છે, તેથી કોઈપણ પોતાનો અભિપ્રાય બધાની સામે મૂકી શકે છે. તેમણે કહ્યું કે આ સ્વતંત્રતાને કારણે લોકો તેમના મનની ફિલ્મો બનાવી શકે છે. આ દરમિયાન અનુરાગે સેન્સર બોર્ડની ભૂમિકા પર પણ કહ્યું છે કે, સેન્સર બોર્ડની રચના તેના માટે કરવામાં આવી છે કે કઈ સ્ટોરી રિલીઝ થશે કે નહીં. ફિલ્મ ત્યાંથી જ પસાર થઈને રિલીઝ માટે જાય છે. અનુરાગે કહ્યું કે જાે કેરળ સ્ટોરી ફિલ્મ રિલીઝ થયા પછી સફળ થઈ છે, તો તેનો સીધો અર્થ એ છે કે લોકોએ તેને પસંદ કરી છે. આ પછી અનુરાગે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે. અનુરાગે એમ પણ કહ્યું કે રાહુલના કાર્યક્રમોમાં રાષ્ટ્ર વિરોધી નારા પણ લગાવવામાં આવે છે. ત્રિરંગાનું પણ અપમાન થાય છે.અનુરાગે કહ્યું કે, રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારતને અપમાનિત કરવાનું કામ કરી રહ્યા છે. વિપક્ષી એકતા અંગે અનુરાગે કહ્યું છે કે ૧૨ જૂને પટનામાં યોજાનારી બેઠકમાં ભાગ લેનાર વિપક્ષી દળો ૧૨ જૂને મહાઠગબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ બંને વિષયો પર બોલ્યા બાદ અનુરાગ ઠાકુરે કુસ્તીબાજાેના મુદ્દે પણ કહ્યું છે કે, આ મામલો જાન્યુઆરીમાં શરૂ થયો હતો. તેણે કહ્યું કે તે પોતે કુસ્તીબાજાેને મળ્યો હતા. ખેલાડીઓની સંપૂર્ણપણે રજૂઆત સાંભળવામાં આવી અને તેની તપાસ માટે એક કમિટી પણ બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે રિપોર્ટ મળ્યા બાદ રેસલિંગ ફેડરેશનનું કામ પણ બંધ કરી દીધું છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કર્યો ત્યારે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. તેમણે કહ્યું કે જાે હવે તપાસ થઈ રહી છે તો તપાસ થવા દેવી જાેઈએ. અનુરાગે કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
Recent Comments