અનુષ્કા શર્માની સાથે હવે માનુષી છિલ્લર પણ કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જાેવા મળશે
મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર તેના તાજમાં વધુ એક રત્ન ઉમેરવા જઈ રહી છે. માનુષી છિલ્લર વર્ષ ૨૦૨૩માં ઝ્રટ્ઠહહીજ હ્લીજંૈદૃટ્ઠઙ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અનુષ્કા શર્માની સાથે હવે માનુષી છિલ્લર પણ કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જાેવા મળશે. બોલિવૂડ ફિલ્મમાં ડેબ્યૂ કર્યા બાદ મિસ વર્લ્ડ બની ચૂકેલી માનુષી છિલ્લર માટે આ એક મોટી ઇવેન્ટ છે. કાન્સ ફેસ્ટિવલ ૨૦૨૩ ખૂબ જ રોમાંચક બનવા જઈ રહ્યો છે. ભારતની અનુષ્કા શર્માની સાથે માનુષી છિલ્લર પણ વર્ષ ૨૦૨૩ના ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. કાન્સ ફેસ્ટિવલમાં માનુષી છિલ્લરના ડેબ્યૂના સમાચારે ચાહકોમાં ઉત્તેજનાનું મોજુ ફરી વળ્યું છે. ૭૬મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ટૂંક સમયમાં શરૂ થવાનો છે. આ અઠવાડિયા સુધી ચાલનારી ઈવેન્ટમાં ઘણી ફિલ્મી હસ્તીઓ રેડ કાર્પેટ પર તેમની ફેશનને ફ્લોન્ટ કરતી જાેવા મળશે.
માનુષી છિલ્લર પહેલા અનુષ્કા શર્માના કાન ફેસ્ટિવલમાં ડેબ્યુ કરવાના સમાચાર આવ્યા હતા. જાે અહેવાલોનું માનીએ તો અનુષ્કા ફેસ્ટિવલના કાર્યક્રમનો ભાગ હશે જ્યાં સિનેમાની દુનિયાની મહિલાઓને સન્માનિત કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ ઈવેન્ટમાં અનુષ્કા શર્મા સાથે હોલીવુડની ફેમસ એક્ટ્રેસ કેટ વિન્સલેટ પણ હાજર રહેશે.માનુષી છિલ્લરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે અક્ષય કુમારની સાથે ફિલ્મ પૃથ્વીરાજથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જાેકે માનુષી છિલ્લરની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. અહેવાલો અનુસાર, અભિનેત્રી હવે તેહરાન ફિલ્મમાં જાેવા મળવાની છે. માનુષી છિલ્લર હાલમાં સોશિયલ મીડિયાથી લઈને ફિલ્મી દુનિયામાં ખૂબ જ એક્ટિવ છે.
Recent Comments