અનુસૂચિત જાતિના ખેડૂતમિત્રોને બાગાયતની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/06/images-4.jpg)
અનુસૂચિત જાતિના ખેડૂતમિત્રોએ બાગાયત ખાતા દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિનામૂલ્યે શાકભાજી કીટની ચાલતી વિવિધ બાગાયતી યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજીની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો ૭/૧૨ તથા ૮-અ, બેન્ક પાસબુક, જાતિનો દાખલો તથા આધારકાર્ડની નકલ જેવા પુરાવા સાથે રાખવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરીનો ૦૨૭૯૨ ૨૨૩૮૪૪ ઉપર સંપર્ક સાધવાનો રહેશે.
Recent Comments