સુરત સૌરાષ્ટ્ર ભર વસતા હાલ સુરત સ્થિત સમસ્ત ભાતીયા પરીવાર નો ૨૩ મો સ્નેહમિલન સમારોહ વૈશાખ સુદ એકાદશી ને રવિવારે તા.૧૯/૦૫/૨૪ ના રોજ ૪:૩૦ કલાકે મઘુરમ ફામૅ ડી-માટૅ ની સામે સાયણ રોડ અમરોલી ખાતે યોજાયો અનેક ખાસિયતો ધરાવતા સમસ્ત ભાતિયા પરિવાર ની એકયતા ભાતૃપ્રેમ વચ્ચે તેજસ્વી તારલા ઓનું વિશિષ્ઠ ભેટ સોગાદ થી પ્રોત્સાહિત કરતું સન્માન કરાયું હતું સમગ્ર સૌરાષ્ટ્ર ના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી સુરત સ્થાયી થયેલા સમસ્ત ભાતિયા પરિવાર ની અનેક ખાસિયતો અણહિત નું ઓદરે નહિ ગૌચર વાવવું નહિ ચણતા પક્ષી ઉડાવવા નહિ ચરતી ગાય હાકવી નહિ સત્ય બોલવું સાત્વિક આહાર વિહાર અને રાષ્ટ્રીય અભિયાનો ની હિમાયત જેવા અનેક ઉમદા ગુણો ના આગ્રહ સાથે આચારણો ધરાવતા ભાતિયા પરિવાર નું કોઈપણ ગામ માં માત્ર એક બે ઘર હોય તો પણ પંચ માં પુછાય તેવા સમાજ ડાયા વડીલો અને સુસંસ્કાર ધરાવતા સંતાનો ફરજિયાત શિક્ષણ સાથે “દાણા પછેડી માં નહિ પણ કોઠી” માં જોવા ના હિમાયતી અધશ્રધ્ધા નાબુદી જેવી અનેક ખૂબી ઓ ધરાવતા સમસ્ત ભાતિયા પરિવાર ના ઉટવડ નવાણિયા બાબરા ખાખરીયા તાજપર દામનગર લાઠી ગળકોટડી ભાવનગર ભમરીયા વાળુંકડ જલાલપુર લીમડા ખાંભડા સમઠીયાળા રેવા આટકોટ સહિત ના ગામો માંથી સુરત સ્થાયી સમસ્ત ભાતિયા પરિવારો ના ૨૩ માં સ્નેહ મિલન સમારોહ માં ખૂબ મોટા પ્રમાણ માં સમગ્ર પરિવારો એ હાજરી આપી ઉત્સાહ ભેર સ્નેહ મિલન સમારોહ ઉજવ્યો હતો
અનેક ખૂબી અને ખાસિયત ધરાવતા સમસ્ત ભાતિયા પરિવાર નો ૨૩ મો સ્નેહ મિલન સમારોહ યોજાયો દાણા પછેડી માં નહિ કોઠી માં જોવા ના હિમાયતી સમસ્ત ભાતિયા પરિવાર

Recent Comments