fbpx
અમરેલી

અનોખી સેવા. સાવરકુંડલાના સેવાભાવી યુવાનો દ્વારા શ્રીફળમાં ઘી યુક્ત ધાન અને ખાંડ ભરી કીડીઓને ખોરાક અને ઘર આપવાનો અનોખો પ્રયાસ કીડીઓને રોટી ઔર મકાનની ઉત્તમ વ્યવસ્થા

ચૈત્ર મહિનો મહિનો એટલે કીડીને કીડીયારૂ પૂરવાનો મહિનો ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે ત્યારે સાવરકુંડલાના સેવાભાવી યુવાનો દ્વારા જયેશભાઈ માટલીયા મુંબઈ, રાહુલભાઈ મહેતા સુરત, કમલેશભાઈ ગઢિયાના સહયોગ થી ૨૦૦ જેટલા શ્રીફળમાંથી પાણી કાઢી તેમાં હોલ પાડીને શુધ્ધ ઘી, રવો, ખાંડનું બુરૂ, ચોખાનો લોટ મિશ્ર કરી ભરવામાં આવ્યા જે નારિયેળ અવારૂ જગ્યા તથા ઝાડના થડમાં ખાડો કરી મુકવામાં આવ્યા હતા જેથી કીડી ઓને તેમાંથી કીડીયારૂ તથા ટોપરૂ ખાઈ શકે છે અને ખોરાકનો સંગ્રહ પણ કરી શકે છે  નારિયેળમાં કીડીયારૂ પુરવાથી કીડીઓને રોટી અને મકાન પણ મળી રહે છે ચોમાસામાં વરસાદ અને પાણીથી બચવા તે નારિયેળનો આશરો લઈ તેમાં રહી શકે છે આ સેવાકીય પ્રવુતિ અમિતગીરી ગોસ્વામી, ભીખાભાઈ જેઠવા નરેશભાઈ ચૌહાણ, હરિભાઈ ગેડિયા, નિકુલભાઈ ગેડીયા, બાલાબાપુ હરિયાણી, હરિભાઈ વાલમેન વગેરે સેવાભાવી યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને કીડીઓને કીડીયારૂ પુરવાની લોકોમાં જાગૃતતા આવે અને આવા કાર્યો કરવા પ્રેરણા લેવામાં આવે તેવી સેવાભાવી યુવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી. સેવાભાવી યુવાનોએ કીડીઓને આપ્યું બસો શ્રીફળનું ઘર અને ખોરાક. સીમવાડી વિસ્તારમાં તથા અવાવરૂ જગ્યા જ્યાં પબ્લિક અને વાહનોની અવર જવર ન હોય ત્યાં શ્રીફળને ખાડો ખોદી મુકવામાં આવે છે જેથી કીડીઓ તેમાંથી સરળતા ખોરાક પોતાના દર સુધી લઈ જઈ શકે છે. અને શ્રીફળનું ટોપરૂ પણ ખોરાકમાં લઈ વધેલા ગોળ કાચલાને તેમનું ઘર બનાવી શકે છે.

Follow Me:

Related Posts