અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ.) ની વિશેષતા
આ અનાજ એ.ટી.એમ.ની સંગ્રહ ક્ષમતા ૨૫૦૦ કિ.ગ્રા. છે, આ ATM મશીનની સેવા ૨૪X૭ કલાક ઉપલબ્ધ હોવાથી લાભાર્થી તેઓના અનુકૂળ સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકે છે.’અન્નપૂર્તિ’ અનાજ ATM ખુબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોય, લાભાર્થીને મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મેળવી શકશે.ટેકનોલોજી સાથે સુમેળ સાધીને ‘અન્નપૂર્તિ’ અનાજ ATM ના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા સુગમ્ય બનવા તરફ જઈ રહી છે.તમામ NFSA રેશનકાર્ડ ધારકો આ અનાજના ATM નો ઉપયોગ કરી શકે છે. આ સુવિધા લોકોને ૨૪×૭ મળીરહેશે તથા રાહ જોવાનો સમયગાળો ૭૦% ઘટશે.
Recent Comments