જિલ્લામાં કુલ ૪.૨૯ લાખ રેશનકાર્ડમાં સમાવિષ્ટ ૧૭.૭૫ લાખથી વધુ જનસંખ્યા. જિલ્લાની કુલ ૫૬૧ વ્યાજબી ભાવની દુકાનો મારફતે થાય છે અનાજ વિતરણ
તાજેતરના અહેવાલ મુજબ સમગ્ર અમરેલી જિલ્લાના કુલ ૪,૨૯, ૩૪૩ રેશનકાર્ડ જેની જનસંખ્યા ૧૭,૭૫,૮૧૧ છે તે પૈકી જિલ્લાના ૧,૮૪,૦૫૦ રેશનકાર્ડમાં સમાવિષ્ટ ૮,૪૨,૮૯૯ જેટલી જનસંખ્યાને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (એનએફએસએ) હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લાના પુરવઠા અધિકારી સી. કે. ઉંધાડ આ અંગે વાત કરતા જણાવે છે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એએવાય કુટુંબો, અગ્રતા ધરાવતા કુટુંબો અને બીપીએલ કુટુંબોને ઘઉં, ચોખા, ખાંડ, આયોડાઇઝડ મીઠું અને તુવેરદાળનું જિલ્લાની ૫૬૧ વ્યાજબી ભાવની દુકાનો મારફતે વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવે છે. કોરોનાકાળમાં લાગુ કરેલા લોકડાઉન દરમિયાન આ કાયદા હેઠળ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું.
જિલ્લાની (એનએફએસએ) રેશનકાર્ડ ધારકોની આંકડાકીય વિગતો આપતા પુરવઠા અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે એપીએલ-૧, એપીએલ-૨, બીપીએલ, એએવાય જેવી વિવિધ કેટેગરીઓ હેઠળ જિલ્લાના ૧૧ તાલુકાઓ પૈકી સાવરકુંડલા તાલુકામાં સૌથી વધુ ૨૯,૪૯૩ રેશનકાર્ડમાં સમાવિષ્ટ ૧,૩૩,૩૧૫ જનસંખ્યા છે જયારે સૌથી ઓછી વાડિયા તાલુકામાં ૧૦,૩૫૦ રેશનકાર્ડમાં સમાવિષ્ટ ૪૨,૯૫૧ જનસંખ્યા છે. આ કાયદા હેઠળ જિલ્લામાં ૧૦૫૦ દિવ્યાંગ રેશનકાર્ડધારકો, ૧૨૨૭ પેંશન મેળવતા વૃદ્ધ રેશનકાર્ડધારકો, ૧૦૨૩ પેંશન મેળવતા વિધવા મહિલાઓ, ૧૦૯૫ બાંધકામ શ્રમિકો અને ૧૧૦૫ ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેંશનર કાર્ડધારકો એમ કુલ મળી આ વિવિધ કેટેગરીઓમાં ૫૫૦૦ જેટલા રેશનકાર્ડ ધારકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે કોરોના મહામારી દરમિયાન રાજ્યનો કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે રાજ્ય સરકાર લોકડાઉનનાં કપરા સમય દરમિયાન અને ત્યારબાદ આર્થિક પરિસ્થિતી વિકટ બનતા લાખો જરૂરિયાતમંદ પરિવારોને અન્ન અને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરીને આધારસ્થંભ બનીને ઉભરી હતી.
Recent Comments