અપહરણ કરી હથિયા૨ સાથે ૫૦ લાખની ખંડણીની માંગણી કરી, મારી નાખવાની ધમકી આપવાનાં ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી, અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ.
શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જનાં જીલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓ/ફરાર કેદીઓ પકડી પાડવા સુચનાં આપેલ હોય, જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા નાસતા ફરતા આરોપી ફરાર કેદીઓ પકડવા ખાસ ઝુંબેશ રાખેલ હોય, અને વધુમાં વધુ ગુન્હાનાં કામે રાજયનાં નાસતા-ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે શ્રી પી.બી.લક્સ્ટ સાહેબ પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા અમરેલી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૦૨/૨૦૧૮, IPC કલમ-૩૬૫, ૩૬૪(એ), ૧૨૦-બી, ૩૨૩, ૩૮૪, ૫૦૬(૨) તથા આર્મ્સ એક્ટની કલમ-ર૫(૧)(બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫, મુજબના કામે છેલ્લા ચાર વષર્થી નાસતા-ફરતા આરોપીને અમદાવાદ, સોલા ગામ પાસેથી ખાનગી અને ચોક્કસ બાતમીનાં આધારે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી:
વીપુલભાઇ ઉર્ફે ભુવાજી બલદેવભાઇ રબારી, ઉવ.-૩૩, ધંધો-વેપાર, રહે ચાંદખેડા, તા.જી. અમદાવાદ.
ગુનાની વિગત-
મજકુર પકડાયેલ આરોપી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૦૨/૨૦૧૮, IPC કલમ-૩૬૫, ૩૬૪(એ), ૧૨૦-બી, ૩૨૩, ૩૮૪, ૫૦૬(૨) તથા આર્મ્સ એક્ટની કલમ-૨૫(૧)(બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫, મુજબનાં ગુનામાં પોતે સામેલ હતો અને આ બનાવમાં ભોગબનનારને જે તે સમયે અગ્નિશસ્ત્ર હથિયાર તથા છરી જેવા હથિયારો બતાવી રૂપિયા ૫૦ લાખની ખંડણી માંગેલ હતી અને મજકુર પકડાયેલ આરોપી આજદિન સુધી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો-ફરતો હતો.
આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા પો.હેડ કોન્સ., જયપાલસિંહ ઝાલા, તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, પો.કોન્સ. દેવાયતભાઇ ભેડા, પો.કોન્સ. નરેશભાઇ લીંબડીયા, પો.કોન્સ. ફારૂકભાઇ પઠાણ નાઓ એ રીતેનાં પોલીસ જોડાયેલ હતા
Recent Comments