અફઘાનિસ્તાન તાલિબાનના કબ્જામાં આવ્યા બાદ ત્યાંની પરિસ્થિતિ બહુ જ ચિંતાજનક છે. આજે સવારથી જ લોકો કાબુલ એરપોર્ટ પર એકઠા થવા લાગ્યા હતા અને કોઇપણ રીતે દેશ છોડવાનો પ્રયાસ કરતાં જાેવા મળ્યા હતા. આ દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આકાશમાં ઉડાન ભરી રહેલાં વિમાનના પેડા પર લટકેલા ત્રણ લોકો પટકાતા જાેવા મળે છે. મળતી માહિતી મુજબ, આ ત્રણેય લોકો સી-૧૭ પ્લેન પર લટકીને કાબુલ છોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
વિમાન હવામાં પહોંચતા જ કાબુલ એરપોર્ટની નજીક આ લોકો નીચે પટકાયા હતા. જાણવા મળી રહ્યું છે કે, આ પ્લેન પરથી ત્રણ લોકો પટકાયા છે. જેમાંથી બે લોકો રહેણાંક વિસ્તારમાં પડ્યા છે. હાલ પ્લેન પરથી પટકાયેલા લોકો અંગે કોઇ વધુ માહિતી મળી નથી.
કાબુલ એરપોર્ટ પાસેના સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, એક પ્લેનના ટાયરો પર લટેકા ત્રણ લોકો પટકાયા છે. આ લોકો હવામાંથી નીચે પટકાતા જાેરદાર અવાજ આવ્યો હતો. હાલ કાબુલ એરપોર્ટ ભારે ભીડ અને અફરાતફરીને લીધે બંધ કરાયું છે. લોકો કોઇપણ રીતે ફ્લાઇટ્સ દ્વારા અફઘાનિસ્તાન છોડવા ઇચ્છે છે.
આજે સવારથી જ હજારોની સંખ્યામાં લોકો કાબુલ છોડીને બીજા દેશમાં જવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. એએફપીના સૂત્રો અનુસાર, સોમવારે સવારે કાબુલ એરપોર્ટ પર હજારો લોકો પહોંચતા હંગામો થયો હતો, જે બાદ ભીડને કાબુમાં લેવા માટે અમેરિકી સેનાએ હવામાં ફાયરિંગ કર્યું હતું.


















Recent Comments