અફઘાનિસ્તાનમાં આકાશી આફતને કારણે અત્યાર સુધીમાં લગભગ ૧૫ લોકોના મોત થયા
અફઘાનિસ્તાનમાં છેલ્લા ત્રણ દિવસથી કુદરત તબાહી મચાવી રહી છે. દેશના અનેક ભાગોમાં હવામાનમાં એટલો પલટો આવ્યો કે લોકોના જીવ જાેખમમાં મુકાયા છે.છેલ્લા ત્રણ દિવસથી ઘણી જગ્યાએ ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ આકાશી દુર્ઘટનાને કારણે અત્યાર સુધીમાં લગભગ ૧૫ લોકોના મોત થયા છે જ્યારે ૩૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
કુદરતના આ હુમલાથી મુંગા પશુઓ પણ મરી રહ્યા છે. બલ્ખ અને ફર્યાબ પ્રાંતમાંથી મળેલી માહિતી અનુસાર હિમવર્ષાને કારણે લગભગ દસ હજાર પ્રાણીઓના મોત થયા છે. અહીંના લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે રસ્તાઓ પર બરફની જાડી ચાદર જમા થઈ ગઈ છે, જેના કારણે વાહનવ્યવહારના તમામ સાધનો બંધ થઈ ગયા છે અને લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા પશુઓ પણ ભૂખને કારણે મૃત્યુ પામ્યા છે. આવી સ્થિતિમાં અહીંના લોકોએ સરકાર પાસે મદદની અપીલ કરી છે. લોકોનું કહેવું છે કે નાના બાળકો ભૂખના કારણે રડી રહ્યા છે અને હિમવર્ષાના કારણે ઘરની બહાર આવવું મુશ્કેલ છે.
દરમિયાન, સરકારે પશુધન માલિકોને થતા નુકસાનના ઉકેલ માટે વિવિધ મંત્રાલયોની એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિઓ અવરોધિત રસ્તાઓ ખોલવા, અસરગ્રસ્ત સમુદાયોને ખોરાક અને પશુ ચારાનું વિતરણ કરવા તેમજ હિમવર્ષામાં ફસાયેલા લોકોને બચાવવા સક્રિયપણે કામ કરી રહી છે. સત્તાવાળાઓએ બલ્ખ, જૌઝજાન, બદગીસ, ફરિયાબ અને હેરાત પ્રાંતમાં પશુધન માલિકોને મદદ કરવા માટે ઇં૫૦ મિલિયનની સહાય પૂરી પાડી છે.
Recent Comments