રાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં ધરતીકંપના જાેરદાર આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી

મંગળવારના દિવસે ૬.૦૮ કલાકે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી ૮૩ કિમી દક્ષિણે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી. જાેકે ભૂકંપના આ આંચકાઓને કારણે કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી.

શનિવારે હૈતીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકાને કારણે ઓછામાં ઓછા ૧,૨૯૭ લોકોના મોત થયા છે. હૈતીમાં શનિવારે ૭.૨ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. હૈતીની સિવિલ પ્રોટેક્શન એજન્સીના ડિરેક્ટર જેરી ચાન્ડલરે જણાવ્યું હતું કે સૌથી વધુ જાનહાનિ દેશના દક્ષિણમાં થઈ છે. શનિવારના ભૂકંપ અને ભૂસ્ખલનથી કેટલાક શહેરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા હતા અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો.

Related Posts