રાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં બદખ્શાન પ્રાંતમાં મસ્જિદમાં બ્લાસ્ટ

અફઘાનિસ્તાનમાં તાલિબાનના પ્રાંતીય ડેપ્યુટી ગવર્નરના અંતિમ સંસ્કાર દરમિયાન થયેલા વિસ્ફોટમાં ૧૧ લોકોના મોત થયા છે. ગયા અઠવાડિયે એક હુમલા દરમિયાન ડેપ્યુટી ગવર્નરની હત્યા કરવામાં આવી હતી. તાલિબાન સરકારના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે વિસ્ફોટ અફઘાનિસ્તાનના ઉત્તરીય ક્ષેત્ર બદખ્શાન પ્રાંતમાં એક મસ્જિદની અંદર થયો હતો. આ હુમલામાં ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્તાર ચીન અને તાજિકિસ્તાનની સરહદ પાસે છે. પોલીસ વડા નજીબુલ્લાહ બદખ્શીએ જણાવ્યું છે કે ઉત્તર બાલાગન પ્રાંતના પૂર્વ પોલીસ કમાન્ડર સફીઉલ્લાહ સમીમનું પણ આ વિસ્ફોટમાં મોત થયું છે. બદખ્શીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અફઘાનિસ્તાનના ફૈઝાબાદના રહેવાસી અશરફ નૈલે કહ્યું છે કે તે નજીકમાં બનેલી કોર્ટની અંદર હતો. સવારે લગભગ ૧૧ વાગે તેણે જાેરદાર ધડાકો સાંભળ્યો. આ બ્લાસ્ટ મસ્જિદની અંદર થયો હતો. બ્લાસ્ટ બાદ અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ મંગળવારે કાર વિસ્ફોટની જવાબદારી લીધી હતી. જે વિસ્ફોટમાં બદખાનના ડેપ્યુટી ગવર્નરનું મોત થયું હતું. તાલિબાન સરકાર ઈસ્લામિક સ્ટેટના સભ્યો સામે દરોડા પાડી રહી છે. આ આતંકી સંગઠને અફઘાનિસ્તાનના શહેરી વિસ્તારોમાં અનેક મોટા હુમલા કરવાનો દાવો કર્યો છે. ઈસ્લામિક સ્ટેટ સતત તાલિબાનના વહીવટીતંત્રને નિશાન બનાવી રહ્યું છે. આ સંગઠને માર્ચમાં થયેલા હુમલામાં ઉત્તર બલ્ખના ગવર્નરની હત્યાની જવાબદારી પણ સ્વીકારી હતી. ઇસ્લામિક સ્ટેટ જૂથે તાલિબાન વહીવટી અધિકારીઓને નિશાન બનાવ્યા છે, અને માર્ચમાં એક હુમલામાં ઉત્તર બલ્ખ પ્રાંતના ગવર્નરની હત્યા કરવાનો દાવો કર્યો છે.

Follow Me:

Related Posts