રાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં બસ ખીણમાં ખાબકી જતા ૨૫ લોકોના મોત

અફઘાનિસ્તાનમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, બસ અહીં ખીણમાં પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ૨૫ લોકોના મોત થયા છે, જેમાં ૮ બાળકો અને ૧૨ મહિલાઓનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, સર-એ-પોલ પ્રાંતના પોલીસ પ્રવક્તા દીન મોહમ્મદ નઝારીએ માહિતી આપી કે આ અકસ્માતમાં ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ઉત્તર અફઘાનિસ્તાનમાં બસ અકસ્માતમાં ૯ બાળકો અને ૧૨ મહિલાઓ સહિત ૨૫ લોકોના મોત થયા છે. પોલીસ પ્રવક્તાએ બુધવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે આ ઘટના સર-એ-પુલ પ્રાંતના એક પહાડી વિસ્તારમાં બની હતી જ્યારે બસના મુસાફરો લગ્નમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. સ્થાનિક પોલીસ કમાન્ડરના પ્રવક્તા દીન મોહમ્મદ નઝારીએ અકસ્માત માટે બસ ડ્રાઇવરને જવાબદાર ગણાવ્યો હતો.

Related Posts