રાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ બાદ પુરના કારણે ૪૫ થી વધુ લોકોના મોત

 છેલ્લા એક અઠવાડિયામાં અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતમાં ભારે વરસાદને પગલે આવેલા પૂરમાં ઓછામાં ઓછા ૪૫ લોકોના મોત થયા છે. આ અંગે માહિતી આપતા તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું કે પૂરની અસર રાજધાની કાબુલ પર પણ પડી છે. અફઘાનિસ્તાનના બગલાનમાં પ્રાકૃતિક આપત્તિ વ્યવસ્થાપનના પ્રાંત નિર્દેશક ઇદાયતુલ્લાહ હમદર્દે જણાવ્યું હતું કે પૂરને કારણે ઘરો અને મિલકતોને પણ નુકસાન થયું છે. તેમણે કહ્યું કે પૂરથી ઘણા લોકો ગુમ છે અને મૃત્યુઆંક પણ વધવાની આશંકા છે.

 કુદરતી આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ્લા જનાન સેકે જણાવ્યું હતું કે પૂરની અસર રાજધાની કાબુલ પર પણ પડી છે. તેમણે કહ્યું કે બચાવ ટીમો પણ ખોરાક અને અન્ય સહાય પહોંચાડી રહી છે. હાલ ના સમયે અધિકારીઓનું સંપૂર્ણ ધ્યાન બચાવ કાર્ય પર છે અને તેઓ આવનારા સમયમાં પૂરને કારણે થયેલી જાનહાનિ અને નુકસાનની સંખ્યા વિશે ચોક્કસ માહિતી આપી શકશે. ગયા મહિને પણ દેશમાં ભારે વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ૭૦ લોકોના મોત થયા હતા અને લગભગ ૨૦૦૦ ઘરો, ૩ મસ્જિદો અને ૪ શાળાઓને નુકસાન થયું હતું.

Related Posts