fbpx
રાષ્ટ્રીય

અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિ ગનીએ તાલિબાનને સત્તા સોંપીઃ દેશ છોડી જતા રહ્યા

લોહીની નદીઓ ન વહે તે માટે ભાગ્યો, તાલિબાને તલવાર-બંદૂકોના દમ પર જીત મેળવીઃ ગની

તાલિબાને અફઘાનિસ્તાન પર ૨૦ વર્ષ પછી ફરી એક વખત કબજાે જમાવી દીધો છે. ટોલો ન્યૂઝ અનુસાર, સત્તા હસ્તાત્તરણની પ્રક્રિયા પણ અહીં પૂર્ણ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને સત્તા સોંપી દીધી છે. સૂત્રો અનુસાર નવી વચગાળાની સરકારના વચગાળાના વડા તરીકે અલી અહેમદ જલાલીનું નામ મોખરે છે. એવા સમાચાર પણ આવી રહ્યા છે કે રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડી દીધો છે. એવું માનવામાં આવે છે કે ગની અમેરિકા જઈ રહ્યા છે.

અશરફ ગનીએ સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં કહ્યું કે,- આજે મારા સામે એક આકરી પસંદગી હતી કે મારે હથિયારોથી સજ્જ તાલિબાનનો સામનો કરવો જાેઈએ જે મહેલમાં ઘૂસવા ઈચ્છતા હતા અથવા મારે મારા વ્હાલા દેશ અફઘાનિસ્તાનને છોડવાનો હતો. પાછલા ૨૦ વર્ષોમાં મેં અફઘાનિસ્તાનની રક્ષા માટે મારૂં જીવન સમર્પિત કરી દીધું.

વધુમાં કહ્યું કે, લોહીની નદીઓ વહેતી રોકવા માટે મેં વિચાર્યું કે દેશ છોડી દેવો યોગ્ય છે. તાલિબાને તલવાર અને બંદૂકોના દમ પર વિજય મેળવ્યો છે અને હવે તેઓ દેશવાસીઓના સન્માન, ધન અને આત્મસન્માનની રક્ષા માટે જવાબદાર હશે. ઈતિહાસે આવી શક્તિઓને કદી અપનાવી નથી. તાલિબાન માટે એ જરૂરી છે કે, તે તમામ લોકો, રાષ્ટ્રો, વિભિન્ન ક્ષેત્રો બહેનો અને મહિલાઓને માન્યતા અને લોકોનું દિલ જીતવાનું આશ્વાસન આપે. તે જનતા સાથે મળીને એક સ્પષ્ટ યોજના બનાવે. હું હંમેશા મારા દેશની સેવા કરતો રહીશ.

જ્યારે, કેટલાક તાલિબાન સૂત્રોના જણાવ્યા અનુસાર, કાબુલ પોલીસે આત્મસમર્પણ શરૂ કરી દીધું છે. તે પોતાના હથિયારો તાલિબાનને સોંપી રહી છે. અગાઉ, આંતરિક અને વિદેશ બાબતોના કાર્યકારી પ્રધાનો અબ્દુલ સત્તાર મિર્ઝાકવાલે અલગ અલગ વીડિયો ક્લિપમાં ખાતરી આપી કે કાબુલના લોકો સુરક્ષિત રહેશે, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય સાથીઓ સાથે શહેરનું રક્ષણ કરી રહ્યા છે.

ટોલો ન્યૂઝ અનુસાર,મિર્ઝાકવાલે કહ્યું કે કાબુલ પર કોઈ હુમલો થશે નહીં, સત્તા પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થશે. કાબુલની સુરક્ષાની જવાબદારી અફઘાન સુરક્ષા દળની છે. નવીનતમ માહિતી અનુસાર, તાલિબાન આતંકવાદીઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઘુસી ગયા છે અને દેશની તમામ સરહદો પર પણ કબજાે કરી લીધો છે. ત્રણ અફઘાન અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

Follow Me:

Related Posts