અફઘાન જનતા સાથે તો અમારા ઐતિહાસિક સંબંધો છે : વિદેશ મંત્રી એસ. જયશંકર
ભારત છેલ્લાં ૨૦ વર્ષથી અફઘાનિસ્તાનમાં રોકાણ કરી રહ્યું છે. ભારતના ઈજનેરો તેમની નવરચનામાં પ્રદાન આપી રહ્યા છે તે ત્યાંની જનતા જાણે જ છે. ભારતે ત્યાંનું નવું સંસદ ભવન બનાવી આપ્યું છે, કેટલીએ હોસ્પિટલોનું પુનર્નિમાણ કરી આપ્યું છે. કેટલીએ સ્કૂલોમાં રીપેર વર્ક પણ હાથ ધર્યું છે. ‘સલમા-ડેમ-વિદ્યુત ઉત્પાદન’ પ્રોજેક્ટ પણ પૂરો કર્યો છે. ૨૧૮ કી.મી.નો જરંજ-ડેલારામ ધોરી માર્ગ ભારતે બનાવી આપ્યો છે. ટ્રાન્સમિશન લાઈન્સ, ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટ એરલાઈન્સ માટે સહાય કરી છે. બેંકો સ્થાપી છે. આ ૨૦ વર્ષમાં કેટલાયે ભારતીય રાજકારણીઓ, ડોક્ટર્સ, અને એન્જીનીયર્સ તથા સુરક્ષા કર્મીઓ માર્યા ગયા છે. આ બધું અફઘાન પ્રજા જાણે જ છે. આનો ઉલ્લેખ કરતાં જયશંકરે કહ્યું હતું કે તે ભારતનું રોકાણ માત્ર નથી એક સંબંધ છે.
જે બન્નેને બાંધી રાખે છે. તે દ્રષ્ટિએ દેશ સાથેની આપણી નીતિ ઘડવામાં આવી રહી છે.અત્યારે તો તાલિબાનોના કબ્જા નીચે રહેલા અફઘાનિસ્તાન ઉપર પાકિસ્તાન અને ચીન હાવી બની રહ્યાં છે અને ભારત જાણે છે કે તે દેશથી દૂર ફેંકાઈ ગયું હોય તેમ લાગે છે. પરંતુ હકીકત તદ્ન તેવી નથી. અફઘાનિસ્તાન અંગેની ભારતની નીતિ અંગે, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલ્લા મને જણાવ્યું છે કે, અફઘાન જનતા સાથે તો અમારા ઐતિહાસિક સંબંધો છે. તે સંબંધો ચાલુ જ રહેશે અને તે દ્રષ્ટિકોણ જ અમારા અફઘાનિસ્તાન સાથેના સંબંધોનો માર્ગદર્શક બની રહેશે. રાજ્ય શાસ્ત્રના તજજ્ઞાો આ વિધાનોનાં બહુવિધ્ અર્થઘટનો કરી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરૂમૂર્તિએ સલામતી-સમીતીની બેઠકમાં ચાલતી અફઘાનિસ્તાન અંગેની ચર્ચામાં કહ્યું હતું કે, ”અફઘાનિસ્તાનની જનતા તેમજ તેના નજીકના પાડોશીઓ અંગે અમે સચિંત છીએ.” તે બહુ સ્પષ્ટ છે કે, ભારત અફઘાન જનસામાન્ય અને તાલિબાન બંનેને અલગ અલગ જ જુવે છે. વળી વિશ્વ સમસ્ત જાણે છે કે તાલિબાનોએ બંદૂકનાં જાેરે જ ત્યાં સત્તા મેળવી છે તે પણ સત્ય છે કે, તાલિબાનો કે અફઘાન જનસામાન્યનું પ્રતિનિધિત્વ નથી કરતા. તેઓ પશ્તુનોની પણ દરકાર નથી કરતા. પછી ભલે પશ્તુનો અફઘાનિસ્તાનના અન્ય સમુદાયો કરતાં બહુમતિમાં હોય. તે સર્વ વિદિત છે કે પૂર્વ પ્રમુખ હમીદ કરઝાઈ અને પૂર્વ ઉપપ્રમુખ અશરફ ગની જેવા નેતાઓ પશ્તૂન સમુદાયમાંથી જ આવ્યા છે.
Recent Comments