અફધાનિસ્તાનમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ:૧૫૫ના મોત
અફઘાનિસ્તાનમાં ભૂકંપે ભયંકર તબાહી મચાવી છે. સવાર સવારમાં આવેલા આ ભૂકંપમાં ૧૫૫ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૧ની મપાઈ છે. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપનું કેન્દ્રબિન્દુ અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું. ભૂકંપના આંચકા ઈસ્લામાબાદ સહિત અન્ય શહેરોમાં પણ મહેસૂસ થયા. સોશિયલ મીડિયા ઉપર પણ લોકો ભૂકંપની ચર્ચા કરી રહ્યા છે. કેટલાક લોકોએ લખ્યું કે ભૂકંપના આ આંચકા કેટલીક પળો માટે મહેસૂસ થયા. પરંતુ તેના કારણે લોકો ડરીને આમતેમ ભાગવા લાગ્યા હતા. આ અગાઉ શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા હતા. ત્યારે ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, અને મુલ્તાનમાં આ આંચકા અનુભવાયા હતા. ફૈસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકાંડીમાં પણ આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર ૭ પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.
Recent Comments