અપના હાથ જગનાથ કોઈ સહાય સબસીડી વગર આવડત થી આગળ વધી એક અલગ ધંધા રોજગાર નો આવિષ્કાર એટલે હીરા ઉદ્યોગ જે દાયકા પહેલાં સુરત – મુંબઈ થી અંતરયાળ ગામડા સુધી વિસ્તરી એક મોભાદાર વ્યવસાય ગણાતો ઓછા ભણતરે વિદેશી ઓ સાથે વેપાર સાહસ અને વિશ્વાસ થી ચાલતા આ વ્યવસાય ને ક્યારેય યુદ્ધ તો ક્યારેક ઉઠવણા પણ સહન કર્યા છે છેલ્લા ઘણા સમય થી મંદી નો માર સહન કરતા હીરા ઉદ્યોગ માટે હવે જરૂર છે આ વ્યવસાય ને વાઘેલા સરકાર નું બંધ કરાયેલ ડાયમંડ વિકાસ બોર્ડ પુનઃ શરૂ કરી રત્નકલાકારો ના પરિવારો માટે અન્ન સુરક્ષા આરોગ્ય શિક્ષણ વીમા ઇન્શ્યોરન્સ જેવા લાભો આપવા જોઈએ તેથી મદદ નો મલમ મળશે
સૌરાષ્ટ્ર માં આપતી અતિ વૃષ્ટિ દુષ્કાળ ભૂકંપ જેવી કપરી સ્થિતિ માં મદદ કરતા હીરા ઉદ્યોગ નેજ મદદ ની જરૂર પડી છે સૌરાષ્ટ્ર માં કોઈ મોટા ઉદ્યોગ કે ચિસાઈ ડેમ નહિ હોવા થી સૂકી ખેતી ઉપર નભતા આ વિસ્તાર ના ગામડા ઓ ભાંગી રહ્યા છે ગામડા અને શહેરીકરણ વચ્ચે વિકાસ ની અસમાનતા દૂર કરી સારા રસ્તા પાણી આરોગ્ય શિક્ષણ મળે તો કોને ઘર બાર મિલકત વતન મૂકી ભટકવાની જરૂર છે ? જમીન ‘પાતો” મૂકી પેટ માટે પોટકા ફેરવતી પરિક્ષમી પ્રજા ને જો પાણી મળે તો પરિણામ લાવી દે હીરા હૈ સદા કે લીયે વૈશ્વિક બજાર માં સૌથી વધુ પોલિશ નું કામ ભારત ના સુરત મુંબઈ અને સૌરાષ્ટ્ર માં થાય છે પણ હીરા છેલ્લા ઘણા સમય થી કારમી મંદી માં સપડાયેલા ૨૦૦૮ ની મંદી કરતા પણ વધુ સમસ્યા ભોગવતા હીરા ઉદ્યોગ ના કારણે સૌરાષ્ટ્ર ભર માં ઝાંખપ આવી અન્ય પેટિયું રળતા વેપાર ધંધામાં રોજગાર ઉપર પણ તેની અસર પડી રહી છે
પેટ ના ખાડા માટે ઘર બાર ખેતી વાડી માલ મિલ્કત બધું છોડી માઇગેશન વધુ હિજરત કરતા સૌરાષ્ટ્ર ના અમરેલી ભાવનગર બોટાદ અને તેમાંય નાના ગામડા ઓ ભેંકાર બની રહ્યા છે વિકાસ ની અસમાનતા અને રોજગારી છે સૌરાષ્ટ્ર માં કોઈ મોટા ઉદ્યોગ કે પાણી નહિ હોવા થી એક માત્ર ઘર આંગણે આપ બળે આગળ વધી હજારો હાથ ને હુન્નર આપતા દુજણી ગાય સમાન હીરા ઉદ્યોગ ની મંદી ના કારણે અસંખ્ય રત્નકલાકારો એ આત્મહત્યા ઓ કરી હોવા ના વધતા કિસ્સા ચિંતા જનક રીતે વધ્યા તેજી મંદી તો આવ્યા કરે આત્મહત્યા કોઈ સમસ્યા નો ઉકેલ નથી થોડી હિંમત ધીરજ સાથે રાહ જુવો નો સદેશ વારંવાર સામાજિક સ્વૈચ્છિક સંસ્થા અને હીરા ઉદ્યોગ જગત ના અગ્રણી ઓ આપી રહ્યા છે
સૌરાષ્ટ્ર ભર માં હીરા ઉદ્યોગ ના કારણે સંલગ્ન અન્ય નાના મોટા વેપાર ધંધામાં રોજગાર ચાલી રહ્યા છે સૌરાષ્ટ્ર ના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી કરખાનેદારો કોઈ હીરા ની ખાણ ના માલિકો કે તવંગર નથી પણ હીરા પોલિસીએડ નું લબેર કામ પ્રોસેસ માટે મેનેજમેન્ટ કરી આપબળે આગળ વધી પોતા ના કારખાના ઓ રોકાણ કરી ઉભા કરી હીરા પોલીશિંગ ના યુનિટ દ્વારા હજારો ઘરો ના ચૂલા પ્રજ્વલિત રાખી ઉન્નત મસ્તક રોજગારી આપી સરકાર ને વર્ષે દહાડે અબજો રૂપિયા નું પરોક્ષ કે પ્રત્યેક્ષ વિદેશી હૂંડિયામણ રહી આપતો સફેદ હાથી જેવા હીરા ઉદ્યોગ એક સમયે સૌરાષ્ટ્ર ના અમરેલી ભાવનગર બોટાદ ગારીયાધાર પાલીતાણા લાઠી લીલીયા દામનગર સહિત ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી વિશેષ પ્રમાણ માં દૈનિક હજારો રત્નકલાકારો રીક્ષા ઓ ટ્રુહીવિલો સાયકલો થી અપડાઉન કરી હીરાધસુ ટિફિન લઈ ને આવતા લાઠી દામનગર ગારીયાધાર બોટાદ જેવા નાના સેન્ટરો માં પરિવાર સાથે રૂમો શરૂ કરી રહેતા હીરાધસુ ઓથી ધમધમતા હીરા ઉદ્યોગ ને કારણે અનેક નાના મોટા વેપાર ધંધા ફુલ્યા ફાલ્યાં હતા
પેટિયું રળતા રત્નકલાકારો હીરા ઉદ્યોગ ની ચમક માત્ર હીરા ઉદ્યોગ પૂરતી સીમિત નથી નાના શાકભાજી વાળા ઓથી લઈ ખાનગી પરિવહન ચાની કીટલી ટ્રાવેલ્સ ખાણી પીણી આંગડિયા ઓટો અને મોબાઈલ સહિત વ્યાપક રીતે ખરીદ શક્તિ ઑથી ધમધમતા અન્ય વેપાર ધંધા રોજગાર હીરા ઉદ્યોગ ને આભારી રહ્યા છે ત્યારે અબજો રૂપિયા નું વિદેશી હૂંડિયામણ દેશ ને રળી આપનાર હીરા ઉદ્યોગ માટે વાઘેલા સરકાર માં બંધ કરાયેલ ડાયમંડ વિકાસ બોર્ડ પુનઃ શરૂ કરી રત્નકલાકારો માટે ની યોજના ઓ ઘડી કાઢવી જોઈ એ હીરાધસુ ઓની અલ્પ આવક સામે તેમના પરિવારો ને આરોગ્ય શિક્ષણ સબસીડી સહાય વીમા ઇન્શ્યોરન્સ અન્ન પુરવઠા અન્ન સુરક્ષા જેવા લાભો આપવા જોઈ એ હીરા ઉદ્યોગ ઉપર નભતા પરિવારો પ્રત્યે ગુજરાત સરકારે વિચારવા નો સમય પાકી ગયો છે અતિ વૃષ્ટિ આપતી વાવાઝોડા દુષ્કાળ ભૂકંપ સહિત માં ક્યારેય પાછી પાની ન કરી સૌરાષ્ટ્ર ને કપરા સમય માં મદદ કરતા હીરા ઉદ્યોગ નેજ મદદ ની જરૂર
એક સમયે દામનગર શહેર માં ૧૫૦ જેટલા નાના મોટા કારખાના માં પાંચ હજાર જેટલા હીરાધસુ રોજગારી મેળવતા હતા સમગ્ર સૌરાષ્ટ્ર ના અનેક નાના સેન્ટરોહીરા ઉદ્યોગો થી સુરત સાથે મોટા પાયે અવજજવર થી જોડાયેલ ટ્રાવેલ્સ ટ્રાન્સપોટ સહિત ધંધા રોજગાર ચાલતા હતા હીરા ઉદ્યોગ ની મંદી ના કારણે અન્ય વેપાર રોજગાર ઉપર હવે અસર વર્તાય રહી છે ત્યારે સરકારે સહાનુભૂતિ નો મલમ સમયોચિત લગાડે તે જરૂરી ગામડા ભાંગતા અટકે તે માટે ગામડા અને શહેરીકરણ વચ્ચે વિકાસ ની અસમાનતા દૂર કરી ગામડા ઓને પ્રોત્સાહન અપાય ગામડા ઓમાં સારા રસ્તા આરોગ્ય શિક્ષણ પૂરતા પરિહવન પાણી મળે તો કોઈ ને ઘર બાર ખેતી વાડી મિલકત વતન મૂકી ક્યાં જરૂર છે ભટકવાની ? માત્ર ખેતી માટે પાણી મળે તો પણ પરિક્ષમ થી પરિણામ લેવતી આ વિસ્તાર ની પ્રજા રોટલો મેળવી શકે પેટ માટે ભટકે નહિ સામુહિક વિકાસ ની સમાનતા જળવાય તો પણ ગામડા ભાંગતા અટકે ગામડા ઓમાં કોઈ દીકરી દેવા તૈયાર નથી કારણ જમીન મિલકત છે પણ રસ્તા ઓ પાણી આરોગ્ય ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા ઓ નથી
પરિણામે સંતાનો ના ભવિષ્ય માટે શહેરીકરણ વધ્યું આ બધું ગામડા માં મળે તો નથી પરવડતું પરાણે પડ્યું રહેવા નું કોને ગમે ? અમુક પરિવારો તો સુરત મુંબઈ જેવા શહેર માં જઈ ને પણ પસ્તાય રહ્યા છે ભાડાં ના મકાન મામુલી ખાનગી નોકરી ટીફન લઈ ને ત્યાં પણ મજૂરી જ કરવાની છે તો ગામડે કેમ નહિ ? દીકરા દીકરી ઓના સારા ઠેકાણા ની લાલચ માં ઘર નું ઘર લેવા લોન લઈ મુદલ પણ ગુમાવી બેચે છે મામુલી પગાર માં મોટી લોન સામાન્ય હપ્તા ઓથી વર્ષો ભરે ત્યાં રી ડેવલોપમેન્ટ આવે એટલે બીજી પેઢી પણ બેંક હપ્તો ભર્યા જ કરે વ્યક્તિ ને વિકસવા વિસ્તરવા ની એક તક ત્યારે મળે જ્યારે આર્થિક ઉન્નતિ ના ઉપાયો સામુહિક વિકાસ થાય ગામડા ઓમાં પ્રાથમિક સુવિધા ઓનો અભાવ જમીન નો “પાતો” મૂકી પેટ માટે પોટકા ઉપાડતી પરિક્ષમી પ્રજા ને જો પાણી મળે તો પરિણામ લાવે દે પણ સામુહિક વિકાસ ના સંસાધન મુઠી ભર નેતા ઓના હાથ માં હોય કરોડો અબજો ના બજેટ ની વિકાસ માટે ફાળવણી થતી હોય ત્યાં બિચારા સૌરાષ્ટ્ર વાસી ઓનું કોણ વિચારે ?
Recent Comments