ભારતીય દંડ સહિતા ૧૮૬૦ ની કલમ ૧૨૦ બી ગુનામાં આજીવન કેદ , ૧૨૧/ એના ગુના તળે ૧૦ વર્ષની સખત કેદ , ૧૨૪ એના ગુનામાં આજીવન કેદ , ૧૫૩ / એના ગુનામાં ૩ વર્ષની કેદ , ૩૦૨ માં આરોપીને ગળે ફાંસો નાખી તે મૃત્યુ પામે ત્યાં સુધી લટકાવીને મૃત્યુ દંડની સજા , કલમ ૩૦૭ મા ૧૦ વર્ષની સજા , ૩૨૬ મા ૧૦ વર્ષની કેદ , કલમ ૪૩૫ ના ગુનામાં ૭ વર્ષની કેદ , ૪૩૬ હેઠળ ૧૦ વર્ષની કેદ , કલમ ૪૨૭ ના ગુનામાં ૨ વર્ષની કેદ , ૪૬૫ ના ગુનામાં ૨ વર્ષની કેદ , કલમ ૪૬૮ ના ગુનામાં ૭ વર્ષની કેદ , ૪૭૧ ના ગુનામાં ૭ વર્ષની કેદ તેમજ અનલોકલ એક્ટિવીટી (પ્રીવેન્સન) એક્ટ ૧૮૬૭ ની કલમ ૧૦ મુજબ ફાંસીની સજા , કલમ ૧૩ મુજબ ૫ વર્ષની સજા , કલમ ૧૬ (૧) (A) (B) માં ફાંસો , કલમ ૧૮ મા ૫ વર્ષની સજા , કલમ ૨૦ મુજબ આજીવન કેદની સજા , ૨૩ મુજબ ૫ વર્ષની કેદ , કલમ ૩૮ હેઠળ ૭ વર્ષની કેદ , ૩૯ મુજબ ૭ વર્ષની કેદ , એક્સક્લોઝિવ સબસ્ટન્ટ એક્ટ ૧૯૦૮ ની કલમ ૩ મુજબ આજીવન કેદ , કલમ ૪ મુજબ ૧૦ વર્ષની કેદ , કલમ ૫ મુજબ ૧૦ વર્ષની કેદ , કલમ ૬ મુજબ ૧૦ વર્ષની કેદ અને ધી પ્રિવેન્સન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી એક્ટ ૧૯૮૪ ની કલમ ૩ (૧) મુજબ ૫ વર્ષની સજા , કલમ ૩ (૨) મુજબ ૫ વર્ષ , કલમ ૪ મુજબ ૭ વર્ષની સખત સજાનો હુકમ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસની કોર્ટના સ્પેશિયલ જ અંબાલાલ આર . પટેલ દ્વારા કરવામાં આવ્યો છે . આરોપી અબ્બાસને ઉપરોક્ત ૨૮ કલમો હેઠળ સજા સાથે ૫ થી ૨૫ હજાર સુધી કુલ ૨.૮૫ લાખનો દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે .
અબ્બાસ સમેજાને ૩ કલમ તળે ફાંસી, ૪ કલમમાં આજીવન કેદ અને ૨.૮૫ લાખનો દંડ જે પીડિતોને વળતર પેટે ચૂકવાશે

Recent Comments