મહિલા બિહારથી ભાગી અમદાવાદ નોકરી કરવા આવી હતીનું જાણવા મળ્યું
બિહારથી નોકરીની શોધમાં મહિલા અમદાવાદ આવી હતી. નોકરી ન મળતા તે બે દિવસથી કાલૂપુર રેલવે સ્ટેશન પર બેસી રહી હતી. આ અંગે અભયમ મહિલા હેલ્પલાઈને કોલ મળતા તેઓ અને મહિલાની શોધખોળ હાથ ધરી હતી. ત્યાર બાદ તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી દેવામાં આવી હતી. ઘર કંકાસ અને પતિ સાથે અણબનાવના કિસ્સામાં મહિલાઓ ઘર છોડીને નીકળી જતી હોય તેવા અનેક બનાવો સામે આવતાં હોય છે. ઘણી વખત તેમને પોતાની જિંદગી ટૂંકાવી દેવાનો વિચાર પણ આવતો હોય છે. મોટાભાગે આ પ્રકારના બનાવોમાં અન્ય રાજ્યમાંથી મહિલાઓ ગુજરાત આવતી હોવાના કિસ્સા સામે આવે છે. આવો જ એક કિસ્સો ફરીવાર અમદાવાદમાં સામે આવ્યો છે. બિહારથી અમદાવાદ આવેલી એક મહિલા કાલુપુર રેલવે સ્ટેશન પર રહેતી હતી અને નોકરી શોધી રહી હતી. અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમને કોલ આવ્યો હતો કે, એક અજાણી મહિલા રેલવે સ્ટેશન પર મળી આવી છે.
આ કોલ મળતાં ની સાથે જ શાહિબાગથી અભયમની ટીમ રેસ્ક્યૂ વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અભયમની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. મહિલાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, તે બિહારના ભોજપુરની રહેવાસી છે. તે ઘરમાં કોઈને જાણ કર્યા વિના પાંચ દિવસથી ઘર છોડીને નીકળી ગઈ છે. છેલ્લા બે દિવસથી કાલુપુર રેલવે સ્ટેશન પર આવીને બેસી રહી છે. હેલ્પલાઈનની ટીમે મહિલાને ઘર છોડવાનું કારણ પૂછતાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા માતા પિતા હયાત નથી. તે નોકરીની શોધમાં નીકળી ગઈ હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક સેન્ટરની મદદથી બિહાર પોલીસ સ્ટેશન લનો કોન્ટેક્ટ કરતા જાણવા મળ્યું હતું કે ગુમ થયાની ફરિયાદ થઇ છે. તેનાં પરિવારમાં મોટા ભાઈ તેને શોધી રહ્યા છે. પરિવાર ના સભ્યો તેને લેવા આવે ત્યાં સુધી તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવી છે.આમ અભયમની ટીમે એક મહિલાની મદદ કરી હતી.
Recent Comments