fbpx
બોલિવૂડ

અભિનેતા અર્જુન કપૂરે બાંદ્રા વેસ્ટમાં રૂ. ૨૦ કરોડમાં લક્ઝુરિયસ સ્કાય વિલા ખરીદ્યો

અર્જુન અને મલાઈકા અરોરાનાં સંબંધો હવે વધુ મજબૂત થઈ ગયા છે. હકીકતમાં સોનાક્ષી સિન્હા અને મલાઈકા અરોરા બાદ અર્જુન કપૂરે પણ બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં એક લક્ઝુરિયસ સ્કાય વિલા ખરીદ્યો છે. અર્જુનનું આ નવું ઘર ૨૫ માળની બિલ્ડિંગમાં છે. જેમાં ૮૧ સ્કાય વિલા છે.

આ સ્કાયવિલા ‘૬૧ઓરિએટ’ નામના બિલ્ડિંગ પ્રોજેક્ટનો ભાગ છે. જે એક ઈન્ટરનેશનલી ડિઝાઈન ટાવર છે. જ્યાંથી બાંદ્રા વર્લી સી લિંક, અરબી સમુદ્ર અને મુંબઈની ગ્લિટરિંગ સ્કાય લાઈન દેખાય છે. તેની ખાસિયત તેમાં બનેલો પૂલ, મિની ગોલ્ફ એરિયા પણ છે. કાર્પેટ એરિયા ૪૨૧૨ સ્ક્વેર ફૂટનો છે. તે વિશ્વ પ્રસિદ્ધ ડિઝાઇનર એચબીએ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે. દરેક વિલાની પ્રારંભિક કિંમત ૧૮થી ૨૦ કરોડ છે.

અર્જુને કહ્યું કે, તે હંમેશાં પોતાના સંબંધમાં એક રિસ્પેક્ટફૂટ બાઉન્ડ્રી રાખે છે અને પોતાના પાર્ટનરને સંપૂર્ણ સન્માન આપે છે. તે ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે, તે પોતાની પર્સનલ લાઈફ વિશે વધુ વાત નથી કરતો કેમ કે દરેક પાર્ટનરની એક બાઉન્ડ્રી હોવી જરૂરી છે, તેનો પણ પોતાનો એક પાસ્ટ હોય છે.

અર્જુનના અપકમિંગ પ્રોજેક્ટ્‌સ વિશે વાત કરીએ તો હાલમાં તેની સરદાર કા ગ્રેન્ડસન રિલીઝ થઈ છે. તે ભૂત પોલીસમાં જાેવા મળશે. જેમાં તેની સાથે સૈફ અલી ખાન, જેકલીન ફર્નાડિઝ, યામી ગૌતમ અને ઝાવેદ જાફરી પણ હશે. તે ‘એક વિલેન ૨’માં જાેવા મળશે. આ ફિલ્મને મોહિત સૂરીએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ ૧૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થશે.

Follow Me:

Related Posts