fbpx
બોલિવૂડ

અભિનેતા રામચરણે આરઆરઆર યુનિટના લોકોને સોનાનો સિક્કો આપ્યો

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘ઇઇઇ’ બોક્સ ઓફિસ પર ધમાલ માચવી રહી છે.આ ફિલ્મે માત્ર નવ દિવસમાં ૮૫૦ કરોડથી વધુનું કલેક્શન કર્યું છે, જેમાં પ્રતિદિન ક્લેકશનની વાત કરીએ તો તે ૧૦૦ કરોડની આસપાસ છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હોવાથી, ફિલ્મમાં ‘અલ્લુરી સીતારામ રાજુ’ની ભૂમિકા ભજવનાર એક્ટર રામ ચરણે ‘ઇઇઇ’ યુનિટના તમામ ક્રૂ અને અન્ય સહાયકોને ૧૦ ગ્રામનો સોનાનો સિક્કો ભેટમાં આપ્યો છે.

માર્ચ ૨૦૧૮ માં ‘ઇઇઇ’ નું સત્તાવાર લોન્ચિંગ થયુ હતુ. આ ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદના કેટલાક વિસ્તારમાં વિશેષ રૂપે સેટ તૈયાર કરવામાં આવ્યા હતા. ફિલ્મે ૮૦૦ કરોડની કમાણી કરી હોવાથી રામ ચરણે તેના ક્રૂને નાસ્તા માટે બોલાવ્યા અને બાદમાં એક સરપ્રાઈઝ ભેટ આપી હતી. રામચરણે તેને ૧ તોલા સોનાના સિક્કા સાથે એક મિઠાઈનુ બોક્સ પણ આપ્યું. આ સિક્કામાં એક તરફ ‘ઇઇઇ’ અને બીજી બાજુ રામચરણનું નામ છે.

Follow Me:

Related Posts