અભિનેતા વિનોદ મેહરા વિશે રસપ્રદ વાતો જાણો…
વિનોદ મેહરા વિશે એવું કહેવામાં આવતું કે તેમને દરેક પાત્રોને જીવતા આવડતું હતું. વિનોદ મહેરાએ હીરોના મિત્ર, પોલીસકર્મી, વકીલ, ભાઈ, પિતા અને કાકાની ભૂમિકા ભજવી હતી. ભલે તેઓ ફિલ્મમાં હીરો તરીકે મેન રોલ ઓછા કર્યા છે પરંતુ તેમણે અભિનયથી દર્શકોના દિલમાં અલગ જ સ્થાન બનાવ્યું હતું. ત્યારે ૩૦ ઓક્ટોબર ૧૯૯૦માં વિનોદ મહેરાએ દુનિયાને અલવિદા કહી ત્યારે તમામ લોકો શોકમાં ગરકાવ થયા હતા. વિનોદ મહેરાને માત્ર ૧૩ વર્ષની ઉંમરે ફિલ્મ રાગિણીમાં બાળ કલાકાર તરીકે કામ કરવાની તક મળી. આ ઉપરાંત તેમણે નાગિન, જાની દુશ્મન, ઘર, સ્વર્ગ હેલ, સાજન બિના સુહાગન, એક હી રાસ્તા, આરુષ, અમર દીપ અને બેમિસાલ જેવી ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યા હતા.
જેને આજે પણ લોકો ભૂલી શક્યા નથી. વિનોદ મહેરા પોતાના અંગત જીવનથી હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહેતા હતા. તેમના પ્રથમ લગ્ન એક થી રીટા ફિલ્મની અભિનેત્રી મીના બ્રોકા સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ વિનોદ મેહરાને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ મીના સાથે તેમના સંબંધ બગડતા તેઓએ છૂટાછેડા લીધા હતા. મીના બ્રોકા બાદ વિનોદ મહેરાનું અભિનેત્રી બિંદિયા ગોસ્વામી સાથે અફેર હતું. એવું કહેવાય છે કે બંનેએ લગ્ન કરી લીધા હતા. પણ તેની કોઈ સત્તાવાર રીતે પુષ્ટી નથી. જાે કે બંનેના આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યા નહીં. જથી બાદમાં બિંદિયાએ જેપી દત્તા સાથે લગ્ન કર્યા હતા બે લગ્ન તૂટ્યા બાદ વિનોદ મહેરાના જીવનમાં રેખાની એન્ટ્રી થઈ.
એક રિપોર્ટ મુજબ વિનોદ મહેરા માતાને રેખા સાથે લગ્ન કરવા માટે મનાવી શક્યા ન હતા. કોલકાતામાં લગ્ન કર્યા બાદ એરપોર્ટથી સીધા રેખાને તેમના ઘરે માતાને મળવા લઈ ગયા હતા. પરંતુ રેખા વિનોદ મહેરાના માતા કમલા મહેરાના આશીર્વાદ લેવા ગયા ત્યારે તેમણે તેને ધક્કો માર્યો હતો. જેથી આ સંબંધનો પણ અંત આવ્યો હતો. આખરે વિનોદ મહેરાએ કિરણ નામની યુવતી સાથે ત્રીજા લગ્ન કર્યા. આ સંબંધ તેમના જીવનના અંત સુધી ચાલ્યા. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે. પરંતુ ૩૦ ઓક્ટોબર ૧૯૯૦ના રોજ વિનોદ મહેરાનું હાર્ટ અટેકના લીધે મુત્યુ થયું. ત્યારે તેમની ઉમંર માત્ર ૪૫ વર્ષ હતી.
Recent Comments