અભિનેતા સંજય દત્તે કોવિડ-૧૯ની વેક્સિનનો પહેલો ડોઝ લીધો
૬૧ વર્ષીય અભિનેતા સંજય દત્તે કોવિડ-૧૯ની વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. સંજયે સો.મીડિયામાં વેક્સિન લગાવતો હોય તેવી એક તસવીર શૅર કરીને ચાહકોને આ અંગેની માહિતી આપી હતી. આ સાથે તેણે ડૉક્ટર્સ તથા તેમની ટીમનો આભાર માન્યો હતો. સંજયે મુંબઈના બીકેસી જમ્બો વેક્સિનેશન સેન્ટરમાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.
સંજયે ફોટો શૅર કરીને કહ્યું, ‘મેં કોવિડ ૧૯ વેક્સિનનો પહેલો ડોઝ બીકેસી જમ્બો વેક્સિનેશન સેન્ટર પર લગાવ્યો છે. હું ડૉ ધેરે તથા તેમની ટીમનો આ શાનદાર કામ બદલ શુભેચ્છા પાઠવું છું. તેમની તથા તેમની ટીમને મહેનત માટે મારા મનમાં ઘણો જ પ્રેમ તથા સન્માન છે. જય હિંદ.’
બોલિવૂડના ઘણાં સેલેબ્સે વેક્સિન લીધી છે. સંજય દત્ત પહેલાં સૈફ અલી ખાન, રાકેશ રોશન, સતીષ શાહ, શિલ્પા શિરોડકર, જ્હોની લીવર, મેઘના નાયડુ, શર્મિલા ટાગોર, નીના ગુપ્તા, કમલ હસન, હેમા માલિની, અનુપમ ખેર, ગજરાજ રાવ, પરેશ રાવલ, નાગાર્જન સહિતના સેલેબ્સે વેક્સિન લગાવી છે.
સંજય છેલ્લે ‘સડક ૨’માં આલિયા ભટ્ટ તથા આદિત્ય રોય કપૂર સાથે જાેવા મળ્યો હતો. હવે તે ‘કેજીએફઃ ચેપ્ટર ૨’, ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ તથા ‘પૃથ્વીરાજ’ જેવી ફિલ્મમાં જાેવા મળશે. સંજયને ગયા વર્ષે ફેફસાનું કેન્સર હતું. બીમારીને કારણે સંજયે એક વર્ષનો બ્રેક લીધો હતો.
Recent Comments