બોલિવૂડ

અભિનેત્રી અનન્યા પાંડે મનમોહક અંદાજમાં જાેવા મળી

અનન્યાના પોતાના અંગત જીવનને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. જાે રિપોર્ટ્‌સનું માનીએ તો અનન્યા ઈશાન ખટ્ટરને ડેટ કરી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં અનન્યાની ફિલ્મ લાઈગરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રી હાલમાં જ લાઈગર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરીને વેગાસથી પરત ફરી છે. આ ફિલ્મમાં અનન્યા સાથે વિજય દેવરાકોંડા લીડ રોલમાં જાેવા મળશે. અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે,તે અવારનવાર તેના ગ્લેમરસ ફોટોઝ ફેન્સ માટે શેર કરતી રહે છે. આ વખતે અનન્યાએ બ્લેક કલરના ડ્રેસમાં તસવીરો શેર કરી છે. અનન્યા આ તસવીરોમાં અલગ-અલગ પોઝ આપતી જાેવા મળી રહી છે. અભિનેત્રીનો આ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

Related Posts