fbpx
બોલિવૂડ

અભિનેત્રી ઉર્મિલાની કેન્દ્રને અપીલઃ મહારાષ્ટ્રને વહેલી તકે ઉપલબ્ધ કરાવે કોરોના રસી

દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. દેશના અનેક રાજ્યોમાં વારંવાર લોકડાઉન લાગૂ કરવાની સ્થિતિ સામે આવી છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. જેને લઇને મહારાષ્ટ્ર સરકારે રાજ્યના અનેક જિલ્લાઓમાં આંશિક લોકડાઉન અને નાઇટ કફ્ર્યુ આપવાનો આદેશ આપ્યો છે.
આ દરમિયાન અભિનેત્રીથી રાજકારણી બનેલી ઉર્મિલા માતોંડકરે કેન્દ્ર સરકાર પર જાેરદાર નિશાન સાધ્યું છે. આ સાથે તેણે કેન્દ્ર સરકારને વિશેષ અપીલ પણ કરી હતી.

ઉર્મિલા માતોડકરે ટિ્‌વટ કરીને લખ્યું, ‘મહારાષ્ટ્રમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજકારણ કરવાનો આ સમય નથી. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે વહેલી તકે મહારાષ્ટ્રને કોરોના રસી ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી લોકોના જીવ બચાવી શકાય. ‘

બીજા એક ટિ્‌વટમાં તેમણે લખ્યું કે, ‘ખૂબ જ દુઃખની વાત છે કે મહારાષ્ટ્રમાં વિરોધી પક્ષો આવા ગંભીર મુદ્દા પર શાંતિ રાખે.’ ઉર્મિલા માતોડકરનું આ ટિ્‌વટ એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યોમાં સેંકડો લોકો એવા છે જેમના કોરોનાને કારણે જીવ જઇ રહ્યા છે. ઉર્મિલાનું આ ટ્‌વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

૯૦ ના દાયકાની અભિનેત્રી ઉર્મિલા માટોંડકર આજકાલ ફિલ્મોથી દૂર રાજકારણમાં હાથ ઉઠાવી રહી છે. તાજેતરમાં જ ઉર્મિલા માતોડકર શિવસેનામાં જાેડાયા હતા. શિવસેનામાં પ્રવેશતા પહેલા ઉર્મિલાએ મુંબઈ કોંગ્રેસની કામગીરી અંગે સવાલ ઉઠાવતા પક્ષ છોડી દીધો હતો. તેમણે ૨૦૧૯ માં લોકસભાની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડી હતી. જાેકે તેમની હાર થઇ હતી.

કામની વાત કરીએ તો ઉર્મિલા માતોડકરે પોતાની કારકીર્દિની શરૂઆત વર્ષ ૧૯૮૦ માં શ્રીરામ લગૂની મરાઠી ફિલ્મ ‘જાકોલ’ થી કરી હતી. તે સમયે ઉર્મિલા ૬ વર્ષની હતી. ઉર્મિલા માતોડકરે લગભગ દરેક મોટા નિર્માતા-દિગ્દર્શક અને અભિનેતા સાથે કામ કર્યું હતું, પરંતુ તેના કરિયર માટે મીલ કા પત્થર ડાયરેક્ટર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘રંગીલા સાબિત થઇ’

Follow Me:

Related Posts